HomeIndiaIndia :આ 5 શહેરમાં નોકરીઓ વધી, કરિયર માટે યુવાનોને મળશે નવી તકો

India :આ 5 શહેરમાં નોકરીઓ વધી, કરિયર માટે યુવાનોને મળશે નવી તકો

ભારતમાં રોજગાર ક્ષેત્રમાં બદલાવ આવી રહ્યો છે. વર્ષો સુધી એવું માનવામાં આવતું હતું કે સારી નોકરી માટે મોટા શહેરો તરફ જવું જ પડે, પરંતુ હવે આ માન્યતા બદલાઈ છે. ઇંદોર, કોયમ્બતુર, જયપુર, ભુવનેશ્વર અને લખનૌ જેવા શહેરો હવે રોજગાર સર્જનમાં આગળ વધી રહ્યાં છે

અગાઉ મુંબઈ, દિલ્હી અથવા બેંગલુરુ જેવા મેટ્રો શહેરોને જ કરિયર માટે શ્રેષ્ઠ માનવામાં આવતાં.વધુ સેલેરી,મોટા કોર્પોરેટ ઓફિસ અને વધુ તકો આ શહેરોમાં ઉપલબ્ધ હતી.પરંતુ હવે કંપનીઓએ ખર્ચ ઘટાડવા અને ટેલેન્ટ સુધી સરળ પહોંચ મેળવવા માટે નાના અને મધ્યમ શહેરો તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.આ શહેરોમાં સેલેરી કદાચ મેટ્રો શહેરોની તુલનામાં ઓછી હોઈ શકે છે. પરંતુ નોકરીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને IT, સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી તકો ઉભી થઈ રહી છે.આથી વધુ લોકો સુધી રોજગાર પહોંચવાનો માર્ગ ખુલ્યો છે.

ઇંદોરમાં IT સર્વિસ સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. અનેક સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ અહીં પોતાની ઓફિસો ખોલી રહ્યા છે.કોયમ્બતુર પરંપરાગત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાતું આ શહેર હવે ટેક સેક્ટર સાથે પણ જોડાઈ રહ્યું છે.જયપુરમાં પણ સ્ટાર્ટઅપ્સ અને મોટી કંપનીઓ માટે આ શહેર હવે એક નવું કેન્દ્ર બની રહ્યું છે.ભુવનેશ્વર સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી સપોર્ટને કારણે અહીં રોકાણ વધી રહ્યું છે.લખનૌ શહેર પહેલાં માત્ર પ્રશાસનિક શહેર માનવામાં આવતું હતું,પરંતુ હવે અને સર્વિસ સેક્ટરમાં ઝડપથી નોકરીઓ વધી રહી છે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વર્ક ફ્રોમ હોમની સુવિધાએ આ બદલાવને વધુ વેગ આપ્યો છે.કંપનીઓ હવે ભૌગોલિક મર્યાદાઓમાં બંધાઈ નથી.તેઓ નાના શહેરોમાં રહેલા ટેલેન્ટ સુધી સરળતાથી પહોંચી શકે છે.એમ્પ્લોયમેન્ટ ક્ષેત્રના લોકો માને છે કે આજકાલ કંપનીઓ માટે લોકેશન કોઈ મોટો અવરોધ નથી. તેઓ જ્યાં સારો ટેલેન્ટ મળે ત્યાંથી હાયરિંગ કરવા તૈયાર છે.

નાના શહેરોમાં ઓફિસ ખોલવાથી કંપનીઓને ભાડા,સેલેરી અને ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો થાય છે.સાથે જ અહીંના કર્મચારીઓ લાંબા સમય સુધી નોકરીમાં ટકીને રહે છે,જે કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.આ બદલાવ માત્ર રોજગાર વધારતો નથી, પરંતુ ભારતના આર્થિક વિકાસને પણ વધુ મજબૂત બનાવે છે. રોજગારના અવસરો હવે થોડા શહેરોમાં મર્યાદિત નહીં રહી,પરંતુ દેશના વિવિધ ભાગોમાં ફેલાઈ રહ્યા છે.આ ટ્રેન્ડથી નાના શહેરોમાં વિકાસ વધશે,લોકો પોતાના શહેરમાં રહીને જ સારી કારકિર્દી બનાવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments