HomeGujaratGujarat Weather : અંબાલાલ પટેલની આગાહી, આગામી 10 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક

Gujarat Weather : અંબાલાલ પટેલની આગાહી, આગામી 10 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક

ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.માવઠાની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આજે કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી અને ત્રીજી એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં માવઠું થઈ શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરા સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા પડી શકે છે. રાજ્યમાં 40 કિ.મીથી વધુ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતો માટે આગામી 10 દિવસ ચિંતાજનક છે. ત્રીજી એપ્રિલ આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. આજે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. 6 એપ્રિલની આસપાસ વાતાવરણમાં પલટો આવશે.

એપ્રિલ મહિનામાં પવનની ગતિ 50 કિ.મીથી વધુ રહી શકે છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments