HomeGujaratAhmedabadAhmedabad : રિવરફ્રન્ટ પર અફરાતફરી: અમૂલ પાર્લર પાસે માર્ગ પર ઓઇલ ઢોળાતા...

Ahmedabad : રિવરફ્રન્ટ પર અફરાતફરી: અમૂલ પાર્લર પાસે માર્ગ પર ઓઇલ ઢોળાતા ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થયા

અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર અમૂલ પાર્લર પાસેના મુખ્ય માર્ગ પર મોટી માત્રામાં ઓઇલ ઢોળાવાની ઘટના સામે આવી છે. રસ્તો ચીકણો થઈ જતાં અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થયા હતા.

અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર આજે એકાએક ઓઇલ ઢોળાવાની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર આવેલા અમૂલ પાર્લર પાસે મુખ્ય માર્ગ પર મોટી માત્રામાં ઓઇલ ઢોળાતા વાહનવ્યવહાર પર તેની માઠી અસર પડી હતી. રસ્તો ચીકણો થઈ જવાને કારણે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થવાની ઘટનાઓ બનતા અફરાતફરી મચી ગઈ હતી.

કોઈ અજ્ઞાત વાહનમાંથી ઓઇલ લીક થવાને કારણે અથવા ઓઇલનું બેરલ ઢોળાવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બની ગયો હતો અને અનેક ચાલકો લપસી પડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઇજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. AMC ના કર્મચારીઓ દ્વારા રસ્તા પર ઢોળાયેલા ઓઇલ પર માટી અને રેતી નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી વાહનો સ્લિપ થતા અટકે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે વાહનચાલકોને ધીમેથી વાહન ચલાવવા સૂચના આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં માર્ગને સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments