HomeGujaratGujarat : હળવદ PI વ્યાસના 'બે અનમોલ રતન' અને 400 કરોડનું રેતી...

Gujarat : હળવદ PI વ્યાસના ‘બે અનમોલ રતન’ અને 400 કરોડનું રેતી કૌભાંડ: જ્યારે બિલાડીને જ દૂધનું રખોપું સોંપાય, ત્યારે નદીઓ તો રેઢી જ રહે ને!

ઝાલવાડના હળવદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે ‘વહીવટદારો’ ના ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનના PI વ્યાસ અને તેમના બે ખાસ ગણાતા ‘રતનો’ – યોગેશદાન અને દેવુભા – હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હળવદ પોલીસની મુખ્ય આવક ગણાતી બ્રાહ્મણી નદીની રેતીમાં અત્યાર સુધીમાં 400 કરોડથી વધુની ચોરી થઈ હોવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે.


‘બિલાડીને દૂધનું રખોપું’ – વહીવટદાર જ હવે તપાસનીશ?
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, જે યોગેશદાન ગઢવી પર બ્રાહ્મણી નદીની રેતી ચોરીના તમામ વહીવટ કરવાના આક્ષેપો છે, તેને જ PI વ્યાસ દ્વારા રેતી ચોરી રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે! આ ઘટના હળવદ પોલીસ બેડામાં હાસ્યાસ્પદ બની છે. શું ખરેખર તંત્રને એ નથી દેખાતું કે જે રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે, તે જ ચોરી કેવી રીતે રોકશે?
આંકડાની માયાજાળ: ટ્રક દીઠ 20,000 નો હપ્તો?
સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રાહ્મણી નદીમાંથી નીકળતી એક રેતીની ટ્રક દીઠ અંદાજે 20,000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે.

  • ગણિત: મહિને અંદાજે 35 લાખ રૂપિયાની તગડી કમાણી સીધી પોલીસના ખિસ્સામાં જતી હોવાની ચર્ચા છે.
  • તપાસની માંગ: જો આ રેતી માફિયાઓ અને વહીવટદારોના CDR (Call Detail Records) કઢાવવામાં આવે, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.
    ભ્રષ્ટાચારની જીભ લાંબી: ઉચ્ચ અધિકારીઓ સુધી કતાર?
    આ આખું રેકેટ માત્ર હળવદ પોલીસ સ્ટેશન પૂરતું સીમિત નથી. રેતીનો સ્વાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા ત્યારે થોડા દિવસ માટે રેતી ચોરી બંધ થઈ હતી, પરંતુ ફરી પાછા ‘રંગલા’ અને ‘મુખ્ય પાત્ર’ સક્રિય થઈ ગયા છે. શું રેન્જ આઈ.જી. આ ભ્રષ્ટ અધિકારીઓએ વસાવેલી બેનામી મિલકતોની તટસ્થ તપાસ કરાવશે?
    નિર્લિપ્ત રાયના આગમન બાદ વધતી ગુનાખોરી?
    જ્યારથી રેન્જ આઈ.જી. તરીકે નિર્લિપ્ત રાય આવ્યા છે, ત્યારથી હળવદમાં મારામારી અને ક્રાઈમ રેશિયો ચિંતાજનક રીતે વધ્યો છે. અગાઉ હળવદ પોલીસ માત્ર આંકડાબાજી કરીને ‘બેસ્ટ પોલીસ સ્ટેશન’ ના એવોર્ડ મેળવતી હતી, પરંતુ વાસ્તવિકતા હવે સામે આવી રહી છે. આજે એક તરફ આખો મોરબી જિલ્લો અને બીજી તરફ એકલું હળવદ – ગુનાખોરીની બાબતમાં હળવદ મેદાન મારી રહ્યું છે.
    ‘પાક્કો ગુજરાત’ નો સવાલ:
    શું ખનીજ સંપત્તિની લૂંટ ચલાવતા આ વહીવટદારો સામે ક્યારેય ‘ગુજસીટોક’ કે ‘પાસા’ જેવી કાર્યવાહી થશે? કે પછી ખાખીની મહેરબાની હેઠળ નદીઓ ખાલી થતી રહેશે?
    અહેવાલ: પવન માકન પાક્કો ગુજરાત
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments