ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે. બીજી અને ત્રીજી એપ્રિલે માવઠાની શક્યતાઓ છે.
ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે. બીજી અને ત્રીજી એપ્રિલે માવઠાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. બીજી તરફ નાઉકાસ્ટ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા પ્રમાણે આગામી બીજી અને ત્રીજી એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ શકે છે. આજે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી અને ત્રીજી એપ્રિલે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ચાર એપ્રિલે સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 36થી 38 ડિગ્રી સુધી તાપમાન રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં બીજી એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ છે. ત્રીજી એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. જ્યારે ચોથી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે.


