HomeGujaratValsad : રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવકોએ જોખમમાં મૂક્યો જીવ,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Valsad : રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવકોએ જોખમમાં મૂક્યો જીવ,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વલસાડ જિલ્લામાં ફરી એકવાર સ્ટંટબાજ યુવકોનો આતંક જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા અને રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલાક યુવકોએ જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કર્યા હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના વલસાડના ધમડાચી ગામ નજીક ગુંદલાવ તરફ જતા રોડ પર બની હોવાનું સામે આવ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકો ચાલુ કારના કાચની બહાર નીકળીને જોખમી રીતે આતશબાજી કરી રહ્યા છે. રાત્રિના સમયે જાહેર માર્ગ પર આ પ્રકારે ફટાકડા ફોડીને યુવકોએ અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. આટલું જ નહીં, આ સ્ટંટનો વીડિયો શૂટ કરી તેમણે ગૌરવ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો.

આ વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આવા નબીરાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મામલાની ગંભીરતાને જોતા વલસાડ રૂરલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ કારના નંબર અને વીડિયો લોકેશનના આધારે યુવકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments