HomeGujaratTharad : પાણી માટે રણચંડી બની મહિલાઓ, નગરપાલિકા કચેરી ગજવી, તંત્ર સામે...

Tharad : પાણી માટે રણચંડી બની મહિલાઓ, નગરપાલિકા કચેરી ગજવી, તંત્ર સામે ભારે રોષ

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. થરાદ શહેરના મુખ્ય મથકે પીવાના પાણીના મુદ્દે આજે મહિલાઓએ નગરપાલિકામાં ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરી માથે લીધી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

થરાદ શહેરના વોર્ડ નં. 4 અને 7 માં આવેલા ધોરાવાસ તેમજ અંબિકા-2 વિસ્તારના રહીશો પાણીની ટીંપા માટે ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી નળમાં પાણી આવતું નથી, જેના કારણે ઘરકામ અને પીવાના પાણી માટે ભારે મુશ્કેલી પડી રહી છે. અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે મહિલાઓનું ધૈર્ય ખૂટ્યું હતું.

હોબાળા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, શહેરના મુખ્ય પાણીના સંપ પર વીજ કનેક્શન ન હોવાને કારણે પંપ ચલાવી શકાતા નથી. વીજળીના અભાવે પાણીની લાઈનો કોરીધાકોર પડી છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ તંત્રની આવી બેદરકારીને કારણે હજારો લોકો તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. મહિલાઓએ ચીમકી આપી છે કે જો આગામી ૨૪ કલાકમાં પાણી પુરવઠો શરુ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments