HomeBollywoodBollywood : રાજપાલ યાદવને પેમેન્ટ માટે વધુ મુદ્દત આપવા હાઈકોર્ટનો ઈન્કાર

Bollywood : રાજપાલ યાદવને પેમેન્ટ માટે વધુ મુદ્દત આપવા હાઈકોર્ટનો ઈન્કાર

ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવે છ કરોડ રુપિયા ભરવા ૩૦ દિવસની મુદ્દત માગી હતી પરંતુ હાઈકોર્ટે તે માટે ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

રાજપાલ અગાઉ આ કેસમાં તિહાર જેલમાં કેદ રહ્યો હતો. બાદમાં તેને જામીન મળ્યા હતા.

રાજપાલે પોતે પૈસા ભરવા તૈયાર છે એમ સુનાવણીમાં જણાવ્યું હતું. જોકે, અદાલતે તેની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તમારા અને તમારા વકીલનાં નિવેદનમાં વિરોધાભાસ છે. વકીલ એવુું કહી રહ્યા છે કે તમે જેલવાસ ભોગવી લીધો હોવાથી હવે ચૂકવણી માટે તમે રાજી નથી.

આ દરમિયાન રાજપાલે અદાલતને ભાવુક થઈને કહ્યું હતું કે પોતે ઓલરેડી પાંચ ફલેટ વેચીને બહુ મોટી રકમ ચૂકવી ચૂકયો છે. પોતે પાંચ વાર જેલ જવા તૈયાર છે.

ફરિયાદ પક્ષના વકીલે કહ્યું હતું કે રાજપાલ જેલમાં જઈ આવ્યો છે તેના કારણે તેને પૈસા આપવામાંથી મુક્તિ મળી જતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments