HomeGujaratRajkot : ગોંડલમાં પૈસા ઉપાડવા ગયેલા મહિલા કર્મચારી સાથે ઠગાઇ

Rajkot : ગોંડલમાં પૈસા ઉપાડવા ગયેલા મહિલા કર્મચારી સાથે ઠગાઇ

ગોંડલમાં કડિયા લાઇન પાસે એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા માટે ગયેલા નગરપાલિકાના મહિલા કર્મચારીને રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને ગઠિયાએ કાર્ડ બદલી રૂા. 40,00 ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ગોંડલમાં બાપા સીતારામ ચોક પાસે મોહન પાર્કમાં રહેતા અને નગરપાલિકામાં નોકરી કરતાં રશીલાબેન કાંતીભાઇ રૈયાણી (ઉ.વ. 57)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ કડિયા લાઇન પાસે એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા માટે ગયા હતાં. થોડીવાર બાદ વારો આવતા તેમણે કાર્ડ મશીનમાં નાખી પૈસા ઉપાડવાની ટ્રાય કરી હતી પરંતુ પૈસા ઉપડયા ન હતાં. દરમ્યાન પાછળથી એક અજાણ્યા શખ્સે તેની પાસે આવી કહ્યું કે, તમારૂ એ.ટી. એમ. કાર્ડ આપો તમને પૈસા ઉપાડી દઉં, જેથી તેણે તેને કાર્ડ આપતા ત્રણેક વખત ટ્રાય કરતા પૈસા ન ઉપડતા કાર્ડ આપીને જતો રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments