HomeGujaratGujarat : બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ

Gujarat : બગોદરા પાસે ટ્રકમાંથી 73 લાખના દારૂ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે બગોદરા ટોલટેક્સ પાસે વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. ચૂંટણી લક્ષી સઘન ચેકિંગ દરમિયાન પોલીસને આ મોટી સફળતા મળી છે.

આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને બગોદરા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટોલટેક્સ પાસે એક શંકાસ્પદ કન્ટેનર (એચઆર-૫૫-વાય-૦૫૪૩)ને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે તપાસ દરમિયાન ૫૫૫ પેટીઓમાં ભરેલી કુલ ૬,૬૬૦ બોટલ જપ્ત કરી છે, જેની બજાર કિંમત રૂ.૭૩.૨૬ લાખ થાય છે. આ ઉપરાંત રૂ.૨૦ લાખનું કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂ.૯૩,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે રાજસ્થાનના બાડમેરના ગણપતલાલ બિશ્નોઇની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ જથ્થો મોકલનાર સુરેન્દર અને કાળુ બિશ્નોઇ સહિત દારૂ મંગાવનાર અન્ય ચાર શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments