HomeBollywoodEntertainment : Baby Showerમાં અતિ સુંદર દેખાઈ દિવ્યાંકા, પિતા બનનાર વિવેક દહિયાએ...

Entertainment : Baby Showerમાં અતિ સુંદર દેખાઈ દિવ્યાંકા, પિતા બનનાર વિવેક દહિયાએ કર્યો જોરદાર ડાન્સ

ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના બેબી શાવરના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. ‘ઇશિ મા’ તરીકે લોકપ્રિય થયેલ અભિનેત્રી દિવ્યાંકા લગ્નના 10 વર્ષ પછી માતા બનવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા દિવ્યાંકાએ પોતાના ફેન્સને આ ગૂડ ન્યૂઝ આપ્યા હતા. વિવેક દહિયા સાથેના દિવ્યાંકા ત્રિપાઠીએ એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જયારે હાલમાં દિવ્યાકાંનો બેબી શાવરનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો ફોટો વાયરલ થયા જેમાં દિવ્યાંકા પર પ્રેગનન્સીનો ગ્લો દેખાતો હતો. વાયરલ ફોટોમાં પિતા બનનાર વિવેક દહિયા અને અન્ય સેલેબ્સ પણ ડાન્સ કરતા દેખાયા.

દિવ્યાંકા શાવરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એકતા કપૂરથી લઈને ટીવી ઉદ્યોગના અનેક સેલિબ્રિટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જયારે પરિવારના સભ્યો સાથે યોજાયેલા આ બેબી શાવર ફંક્શનમાં દિવ્યાંકાએ ટ્રેડિશનલ લુકમાં હતી. ગ્રીન સાડીના આઉટફિટમાં દિવ્યાંકાને પરિવારના લોકોએ માથા પર લાલ ચુંદડી પહેરાવી જયારે તેના પતિ વિવેક દિવ્યાંકાને લીલા કલરના બેંગ્લસ પહેરાવ્યા હતા.

બેબી શાવરમાં પિતા બનનાર વિવેક દહિયાની ખુશી પણ દેખાઈ રહી હતી. અભિનેતાએ પત્નીના બેબી બમ્પને ચુંબન કર્યું અને કાનમાં કંઈક બોલીને પત્ની દિવ્યાંકાને ચીડવી હતી. પરિવાર માટે યોજાયેલ બેબી શાવર ફંક્શનમાં બધા નાચ્યા. દિવ્યાંકાએ તેના બેબી બમ્પને પકડીને નાચ્યું. વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “જ્યારે તમે પરિવાર, પ્રેમ અને ગાંડપણને ભેળવો છો ત્યારે શું થાય છે? બેબી શાવર સેરેમની હાસ્ય, નૃત્ય અને અવિસ્મરણીય યાદોથી ભરેલી હતી. તે દિવસ વિશે વિચારીને મને હજુ પણ હસવું આવે છે.” ચાહકોએ દિવ્યાંકાને પ્રેમથી ભરી દીધો છે.

ગઈકાલે રાત્રે આ કપલે મિત્રો માટે ખાસ બેબી શાવર પણ રાખ્યું હતું. જેમાં દિવ્યાંકા એક સુંદર સફેદ ગાઉનમાં જોવા મળી હતી, જેમાં તેની પ્રેગ્નન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિવેક તેને રોમેન્ટિક ડાન્સ માટે સાથે લઈ ગયો હતો. બેબી શાવરમાં પરિવાર અને ઉદ્યોગના મિત્રો પણ હાજર હતા. બધાએ દિવ્યાંકા અને તેના અજાત બાળકને આશીર્વાદ આપ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments