HomeBollywoodEntertainmnet : પિતાના અંતિમ સંસ્કારમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી દિશા વાકાણી, કેમેરા...

Entertainmnet : પિતાના અંતિમ સંસ્કારમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી દિશા વાકાણી, કેમેરા જોઈ છુપાવ્યો ચહેરો!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર દિશા વાકાણી પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતાનું અવસાન થયું છે. ત્યારથી, વાકાણી પરિવાર શોકમાં છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા વર્ષો સુધી દર્શકોને હસાવનાર દિશા વાકાણી (દયાબેન) અત્યારે પોતે ખૂબ જ દુઃખમાં છે, કારણ કે તેમણે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ ગુમાવ્યો છે. દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીએ 7 એપ્રિલની સવારે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો મુજબ, તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી વાકાણી પરિવાર આઘાતમાં છે. પિતાના અવસાનથી દિશા વાકાણી અને મયૂર વાકાણીની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર અત્યારે કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વાકાણી પરિવારની હાલત જોઈ શકાય છે. વીડિયોમાં દિશા વાકાણી તેના પિતાના અંતિમ દર્શન કરી તેમને વિદાય આપતી જોવા મળી રહી છે.આ દરમિયાન દિશાની નજર જેવી કેમેરા પર પડી, તેણે પોતાનો ચહેરો દુપટ્ટાથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે માસ્ક પણ પહેર્યું હતું, તેમ છતાં કેમેરામાં તેની રડતી આંખો અને દુઃખ કેદ થઈ ગયું હતું.

વીડિયોમાં દિશાના ચહેરા પર પિતાને ગુમાવવાનું દર્દ સાફ દેખાઈ રહ્યું છે. અભિનેત્રીને આ રીતે રડતી જોઈને ફેન્સનું દિલ તૂટી ગયું છે. એક ફેને લખ્યું કે, આખા દેશને હસાવનાર વ્યક્તિને આ રીતે રડતા જોઈને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં દિશાના ભાઈ મયૂર વાકાણી પણ પિતાની અર્થીને કાંધ આપતા અને રડતા જોવા મળી રહ્યા છે. મયૂર વાકાણીએ જ તારક મહેતા શોમાં જેઠાલાલના સાળા સુંદરનું પાત્ર ભજવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments