HomeGujaratSurendranagar : લીંબડીમાં કોળી સમાજના આગેવાન સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ચૂંટણીઓ...

Surendranagar : લીંબડીમાં કોળી સમાજના આગેવાન સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ચૂંટણીઓ આવતા પક્ષપલટો જોવા મળ્યો

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે જ સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લીંબડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. અહીં ભાજપના પૂર્વ સદસ્ય અને કોળી સમાજના કદાવર આગેવાન સહિત 50થી વધુ સક્રિય કાર્યકરોએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.

લીંબડી તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સદસ્ય અને મોટા ટીબલા ગામના જાણીતા આગેવાન તેજાભાઇ મેટાલીયાએ પોતાના 50થી વધુ સમર્થકો સાથે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં જોડાતા સમયે તેમણે ભાજપ સરકાર અને સ્થાનિક સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને સામાન્ય જનતાના કોઈ કામ થતા નથી. સંગઠનમાં વારંવાર રજૂઆત કરવા છતાં લોકપ્રશ્નો ઉકેલાતા ન હોવાથી તેમણે પક્ષ બદલવાનો નિર્ણય કર્યો છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રમુખે તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ચૂંટણી પહેલા થયેલા આ ભંગાણથી લીંબડી પંથકમાં કોંગ્રેસ ફરી મજબૂત બનતી દેખાઈ રહી છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments