HomeGujaratSuratSurat : અમરોલીમાં 14 વર્ષની સગીરાની છેડતી કરનાર મજનૂ ઝડપાયો, રોમિયોગીરી...

Surat : અમરોલીમાં 14 વર્ષની સગીરાની છેડતી કરનાર મજનૂ ઝડપાયો, રોમિયોગીરી કરનારા તત્વો પર પોલીસનો પ્રહાર

સુરતના અમરોલી વિસ્તારમાં દીકરીઓની સુરક્ષાને જોખમાવતી એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક મજનૂને જેલના સળિયા ગણતો કરી દીધો છે. માત્ર 14 વર્ષની સગીરા જ્યારે ટ્યુશન ક્લાસિસથી છૂટીને પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે આરોપી વિક્કી દીપકભાઈ રાઠોડ દ્વારા તેનો પીછો કરવામાં આવતો હતો. આરોપી સગીરાને રસ્તામાં આંતરીને તેની સાથે અસભ્ય વર્તન કરતો અને પજવણી કરતો હોવાની વિગતો બહાર આવી છે.

મળતી માહિતી મુજબ, આરોપી વિક્કી રાઠોડ વિદ્યાર્થિનીનો પીછો કરીને તેને પોતાની બાઈક પર બેસાડવા અને સાથે ફરવા જવા માટે સતત દબાણ કરતો હતો. સગીરા દ્વારા ઈનકાર કરવામાં આવવા છતાં આરોપી પોતાની હરકતોથી બાજ આવતો ન હતો. સતત થઈ રહેલી આ હેરાનગતિના કારણે ડરી ગયેલી માસૂમ દીકરીએ હિંમત ભેગી કરીને સમગ્ર મામલે પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પરિવારની ફરિયાદના આધારે અમરોલી પોલીસ એક્શનમાં આવી હતી અને પીછો કરનાર આરોપી વિક્કી રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે જેથી અન્ય કોઈ આવા તત્વો દીકરીઓની છેડતી કરતા અટકે. પોલીસની આ ત્વરિત કામગીરીથી વિસ્તારના રહીશોમાં અને વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments