મેષ : નોકરી- ધંધાના કામ અંગે કે અન્ય કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. નોકર- ચાકર વર્ગ આપને મદદરૂપ થાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં
મિથુન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામ અંગે મિલન- મુલાકાત થઈ શકે. કામનો ઉકેલ આવતો જાય.
કર્ક : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર- દોડધામ- શ્રમમાં વધારો થાય.
સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય, વાણીની મીઠાશથી લાભ- ફાયદો જણાય, મહત્ત્વના નિર્ણય લઈ શકો.
કન્યા : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો આપને નોકરી- ધંધાની ચિંતા સતાવ્યા કરે. ખર્ચ જણાય.
તુલા : અડોશ- પડોશના કામમાં, ભાઈભાંડુના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં કોઈ નવી વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.
વૃશ્ચિક : આપના કામકાજની સાથે કૌટુંબિક- પારિવારિક કામ અંગે વ્યસ્તતા દોડધામ જણાય. બેંકના, વીમા કંપનીના કામ થાય.
ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.
મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.
કુંભ : આપના દોડધામ- શ્રમમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય. સંતાનનો સાથ- સહકાર મળી રહેતા આપના કામનો ઉકેલ લાવી શકો.
મીન : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ- શ્રમ રહે.


