HomeBollywoodEntertainment : યશ ચોપરા ફાઉન્ડેશને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સના બાળકો માટે YCF...

Entertainment : યશ ચોપરા ફાઉન્ડેશને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સના બાળકો માટે YCF સ્કોલરશિપ પ્રોગ્રામ 2026ની કરી જાહેરાત!

યશ ચોપરા ફાઉન્ડેશન દ્વારા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વર્કર્સના બાળકો માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ શિક્ષણ માટે ₹5 લાખ સુધીની આર્થિક સહાય અપાશે.

યશ ચોપરા ફાઉન્ડેશન (YCF), જે યશ રાજ ફિલ્મ્સની સેવાકીય સંસ્થા છે, તેણે આજે YCF સ્કોલરશિપ પ્રોગ્રામ 2026ની જાહેરાત કરી છે. આ પહેલનું આ બીજું વર્ષ છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પરિવારોના બાળકોને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.

આ સ્કોલરશિપ પ્રોગ્રામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નોંધાયેલા કામદારો અને YCF સાથી સભ્યોના બાળકો માટે છે. ફાઉન્ડેશન દરેક વિદ્યાર્થીને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે, જેથી તેઓ પોતાના સપના પૂરા કરી શકે. આ મદદ વર્ષ 2026-27 ના શૈક્ષણિક વર્ષ માટે ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને મળશે. વિદ્યાર્થીઓની પસંદગી તેમના ભણતરના ગુણો અને આર્થિક જરૂરિયાતને આધારે કરવામાં આવશે.

આ પ્રોગ્રામ હેઠળ ફિલ્મ સ્ટડીઝ, મીડિયા, એનિમેશન, સિનેમેટોગ્રાફી અને ડાયરેક્શન જેવા સર્જનાત્મક વિષયોમાં ભણતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે. આ વર્ષે તેમાં એન્જિનિયરિંગ, મેડિકલ, બિઝનેસ મેનેજમેન્ટ, લો (કાયદો) અને IT જેવા વ્યવસાયિક કોર્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કોલરશિપ દ્વારા કોર્સની ટ્યુશન ફી ભરવામાં આવશે, જેથી પૈસાના અભાવે કોઈનું શિક્ષણ અટકે નહીં.

YRFના CEO અક્ષય વિધાનીએ જણાવ્યું હતું કે, અમને આ સ્કોલરશિપ પ્રોગ્રામનું બીજું વર્ષ શરૂ કરતા ખૂબ આનંદ થાય છે. અમારો ઉદ્દેશ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પરિવારોના બાળકોને શિક્ષણ દ્વારા મજબૂત બનાવવાનો છે. એક સર્વે મુજબ, ઈન્ડસ્ટ્રીના 60% પરિવારો શિક્ષણના ખર્ચને લઈને મુશ્કેલી અનુભવે છે. આ સ્કોલરશિપ તે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદ કરશે.

પસંદગી માટે વિદ્યાર્થીઓએ કેટલીક તપાસ અને ઇન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જે વિદ્યાર્થીઓ પસંદ થશે તેમની ફી સીધી કોલેજ કે સંસ્થામાં જમા કરવામાં આવશે. રસ ધરાવતા પરિવારો યશ ચોપરા ફાઉન્ડેશનની વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે અથવા ઈમેલ દ્વારા વધુ માહિતી મેળવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments