HomeArticleArticle : વિશેષ લેખ: અટલજીના આંબા અને આજના 'અહંકારી' નેતાઓ – સત્તાના...

Article : વિશેષ લેખ: અટલજીના આંબા અને આજના ‘અહંકારી’ નેતાઓ – સત્તાના નશામાં શિષ્ટાચાર ભૂલી ગયું છે ભાજપ?

[ઓપિનિયન ડેસ્ક | પાક્કો ગુજરાત ન્યૂઝ]*
ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ અટલ બિહારી વાજપેયી જ્યારે પહેલીવાર સત્તાના શિખરે પહોંચ્યા ત્યારે તેમણે કાર્યકરો અને નેતાઓને એક અમર શિખામણ આપી હતી. અટલજીએ કહ્યું હતું કે, “આંબાને કેરીઓ લાગે એ પછી એ ઝૂકી જાય, ટટ્ટાર રહેવું તેને ન પોસાય.” આ વાક્યનો અર્થ બહુ ઊંડો હતો—સત્તા મળે ત્યારે નમ્રતા વધવી જોઈએ, અહંકાર નહીં. પરંતુ અફસોસ કે આજે અટલજીએ વાવેલા આંબાની મીઠી કેરીઓ ખાનારા આજના નેતાઓ તે શિખામણને ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે.

સેવક મટીને ‘બાપ’ બનવાની હોડ!

આજની ભાજપમાં એવી જમાત પેદા થઈ છે જેમને કદાચ પક્ષના સંઘર્ષના દિવસોની ખબર નથી. જાજી લાયકાત વગરના અને રાતોરાત નેતા બની ગયેલા તત્વો જનતાના ‘સેવક’ બનવાને બદલે જનતાના ‘બાપ’ બનીને બેઠા છે. અટલજીની નમ્રતાના સ્થાને હવે વાણી વિલાસ, તોછડાઈ અને અહંકારનો પવન ફૂંકાયો છે.

દમદાટી અને દબાણની રાજનીતિ

પાક્કો ગુજરાતના અહેવાલ મુજબ, અત્યારે સત્તાધારી પક્ષના અનેક નાના-મોટા નેતાઓ ‘શામ-દામ-દંડ-ભેદ’ની નીતિ અપનાવી રહ્યા છે.

  • અભિમાન: જનતાના પ્રશ્નો સાંભળવાને બદલે સત્તાના જોરે તેમને દબાવવાના પ્રયાસો.
  • દમદાટી: વિરોધ કરનાર કે સવાલ પૂછનાર નાગરિકને પોલીસ કે સત્તાના જોરે ડરાવવાની માનસિકતા.
  • ભાન ભૂલેલા નેતાઓ: અટલજીએ શીખવ્યું હતું કે સત્તા એ જવાબદારી છે, પણ આજના નેતાઓએ તેને ‘જાયદાદ’ સમજી લીધી છે.

સત્તા કાયમ કોઈની નથી હોતી!

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે સત્તા જનતાના માથા પર ચડીને બોલવા લાગે છે, ત્યારે જનતા તેનો નશો ઉતારતા વાર નથી કરતી. ૨૦૨૪ની ચૂંટણીના પરિણામોએ કદાચ આ સંકેત આપી દીધો છે, છતાં નેતાઓની આંખ ખુલતી નથી. “ટટ્ટાર રહેવું તેને ન પોસાય” એ વાત ભૂલીને જે નેતાઓ આજે ગર્વમાં ફરે છે, તેમણે યાદ રાખવું જોઈએ કે લોકશાહીમાં અંતિમ શક્તિ જનતાના હાથમાં છે.

પાક્કો સવાલ:

શું ભાજપના આધુનિક નેતાઓ અટલજીના આદર્શોને ખરેખર જીવે છે? કે પછી માત્ર ફોટામાં ફૂલ ચડાવીને જનતાનું લોહી પીવામાં જ વ્યસ્ત છે?
સત્તાનો સૂરજ આથમતા વાર નથી લાગતી, અને જ્યારે આથમે છે ત્યારે માત્ર અટલજી જેવા ‘નમ્ર’ નેતાઓ જ લોકોના હૃદયમાં જીવતા રહે છે, અહંકારીઓ તો કચરાપેટીમાં ફેંકાઈ જાય છે.
ખાસ અહેવાલ: પાક્કો ગુજરાત ન્યૂઝ ટીમ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments