HomeBollywoodEntertainment : જામનગરના એરપોર્ટ પર વ્હીલરચમાં બેસેલ ક્રિકેટર ભીમા ખૂંટી સામે ઘૂંટણિયે...

Entertainment : જામનગરના એરપોર્ટ પર વ્હીલરચમાં બેસેલ ક્રિકેટર ભીમા ખૂંટી સામે ઘૂંટણિયે બેઠો ધુરંધર, રણવીર સિંહ પર ચાહકો થયા ફિદા

ધુરંધર અભિનેતા રણવીર સિંહ ઘૂંટણિયે બેસી એક ક્રિકેટર સાથે વાતચીત કરી રહ્યો હતો. આ તસવીરો જામનગરના એરપોર્ટની છે. જયારે રણવીર સિંહ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી કરી મુંબઈ પરત ફરી રહ્યો છે. દરમિયાન જયારે રણવીર એરપોર્ટ પર પોતાની ટીમ સાથે જાય છે ત્યારે વ્હીલર પર બેસેલ એક ક્રિકેટર તેનું અભિવાદન કરી સ્વાગત કરે છે. રણવીર સિંહ ક્રિકેટર સાથે હાથ મિલાવી વાતચીત કરવા ઘૂંટણિયે બેસી જાય છે. એરપોર્ટ પરની આ અદ્ભૂત અવિસ્મરણીય ક્ષણો કેમેરામાં કેદ થઈ હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. રણવીરની આ દરિયાદિલીની ચાહકો ખૂબ પ્રસંશા કરી રહ્યા છે.

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ 10 એપ્રિલના રોજ જામનગરમાં પોતાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. આ ભવ્ય સેલિબ્રેશનમાં બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓ ઉમટી પડ્યા હતા. 11 એપ્રિલની સવારે જ્યારે સેલિબ્રિટીઓ જામનગરથી મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. જેમાં રણવીર સિંહ ખૂબ જ નમ્રતાથી ક્રિકેટર સાથે વાતચીત કરે છે તે ફેન્સને ખૂબ પસંદ આવ્યું. યુઝર્સ લખી રહ્યા છે ધુરંધરે દિલ જીતી લીધું. વ્હીલચેર બેસેલ ક્રિકેટરનું નામ ભીમા ખૂંટી છે. રણવીર ઉપરાંત સલમાન ખાને પણ એરપોર્ટ પર આ ક્રિકેટર સાથે મુલાકાત કરી હતી.

વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટીએ ઇન્સ્ટાગ્રામ પર આ ખાસ મુલાકાતના વીડિયો શેર કર્યા છે. જામનગર એરપોર્ટ પર સલમાન ખાન અને રણવીર સિંહ બંનેએ ભીમા સાથે ખૂબ જ આત્મીયતાથી વાત કરી અને તેને ઓટોગ્રાફ પણ આપ્યા. રણવીર સિંહની નમ્રતા જોઈ ભીમા ભાવુક થઈ ગયા હતા. તેમણે રણવીર માટે લખ્યું, “સુપરસ્ટાર બનવું એક વાત છે, પરંતુ સાચા માણસ બનવું એ જ તમને સાચા સ્ટાર બનાવે છે. રણવીરની સાદગી અને આદરે મારું દિલ જીતી લીધું.”

અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ફરી એકવાર ગ્લેમર અને સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો હતો. રણવીર સિંહ અને સલમાન ખાન ઉપરાંત અનેક એ-લિસ્ટ સેલિબ્રિટીઝ આ પાર્ટીમાં હાજર રહી હતી. જોકે, એરપોર્ટ પર સર્જાયેલી આ માનવીય ક્ષણોએ લોકોના દિલ જીતી લીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments