રણવીર સિંહની ‘ધુરંધર 2’ફિલ્મે 1000 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું છે. આમ, ‘ધુરંધર 2’ના તોફાન વચ્ચે અદિવી શેષ અને મૃણાલ ઠાકુર સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ ‘ડકૈત’એ બોક્સ ઓફિસ પર કમાલ કરી છે. આ ફિલ્મને દર્શકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે, ત્યારે રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે(11 એપ્રિલ) રૂ.20 કરોડથી વધુની કમાણી કરી છે.
‘ડકૈત’ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે 3800 શૉથી રૂ.6.5 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે ગ્રોસ કલેક્શન રૂ.7.57 કરોડ કર્યું છે. જ્યારે ભારતમાં ગ્રોસ કલેક્શન 6.50 કરોડ રૂપિયા છે. આ પછી બીજા દિવસે ફિલ્મની કમાણી વધી રહી છે. જેમાં આજે(11 એપ્રિલ) બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 1.86 કરોડની કમાણી કરી છે.

અદિવી શેષ અને મૃણાલની ’ડકૈત’ ફિલ્મનો જાદુ વિદેશોમાં જોવા મળી રહ્યો છે. વિદેશમાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્યારે સેકનિલ્કના ડેટા અનુસાર, ઓવરસીઝમાં ફિલ્મે રૂ.6 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જેનાથી પહેલા દિવસનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન રૂ.13.57 કરોડ થયું છે.


