HomeGujaratVadodaraVadodara : ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ,...

Vadodara : ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ, પત્નીએ આપી આત્મહત્યાની ચીમકી!

વડોદરાના વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકીની હરિયાણા પોલીસ દ્વારા અચાનક ધરપકડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકીની હરિયાણા પોલીસ દ્વારા અચાનક ધરપકડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

મળતી વિગતો અનુસાર, પ્રભુભાઈ સોલંકી જ્યારે પોતાની પત્ની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે જ હરિયાણા (ગુડગાંવ) પોલીસની ટીમે તેમને આંતરી લીધા હતા અને ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી. આ ઓચિંતી કાર્યવાહીથી કોંગ્રેસના કાર્યકરો અને પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પતિની ધરપકડ બાદ ઉમેદવાર પાર્વતીબેન સોલંકીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “મારા પતિ નિર્દોષ છે અને તેમને બળજબરીથી ઉઠાવવામાં આવ્યા છે.” ભાવુક થયેલા પાર્વતીબેને ત્યાં સુધી કહી દીધું કે, જો તેમના પતિને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ ત્યાં જ આત્મહત્યા કરી લેશે અને પોલીસના નામ લખશે.

પ્રાથમિક જાણકારી મુજબ, હરિયાણાની ગુડગાંવ પોલીસે નકલી ગોલ્ડ સ્મગલિંગ (સોનાની દાણચોરી) ના ગંભીર કેસમાં પ્રભુભાઈની અટકાયત કરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, પરંતુ ચૂંટણીના મહત્વના દિવસે જ આ પ્રકારની કાર્યવાહી થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments