HomeUncategorizedGujarat : થરાદ નગરપાલિકાની સાત બેઠકો માટે 97 ઉમેદવારો મેદાનમાં, ફોર્મ ભરવાની...

Gujarat : થરાદ નગરપાલિકાની સાત બેઠકો માટે 97 ઉમેદવારો મેદાનમાં, ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન!

થરાદમાં નગરપાલિકાની ચૂંટણીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે.બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.

થરાદ નગરપાલિકાના કુલ સાતેય વોર્ડ માટે જંગ ખેલાવાનો છે. આ સાતેય વોર્ડમાં કુલ 97 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. પક્ષીય ગણિત પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP) 40 ફોર્મ, કોંગ્રેસ (Congress) 32 ફોર્મ, અન્ય અને અપક્ષ 25 ફોર્મ ભરાયા છે.

ફોર્મ ભરવાનો ધમધમાટ પૂર્ણ થયા બાદ હવે તમામની નજર આગામી સોમવાર પર ટકેલી છે. સોમવારે ચૂંટણી અધિકારી દ્વારા તમામ ફોર્મની કાયદેસરની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે અપક્ષ ઉમેદવારો પણ પાલિકાના સમીકરણો બગાડી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments