વટવા ચાર માળિયા પાસે જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં તલવારો રાખી લોકોને ધમકાવનારા શખ્સો વિરુદ્ધ વટવા પોલીસે કડક કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરના વટવા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. વટવા ચાર માળિયા પાસે જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં તલવારો રાખી લોકોને ધમકાવનારા શખ્સો વિરુદ્ધ વટવા પોલીસે કડક કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી વિગતો અનુસાર, આરોપીઓએ અંગત અદાવત રાખીને સામા પક્ષને ડરાવવા માટે વટવા ચાર માળિયા પાસે જાહેર રોડ પર પોતાની ગાડી પાર્ક કરી હતી. આ શખ્સોએ જાહેરમાં તલવારો લહેરાવીને ધમકીઓ આપી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વટવા પોલીસ હરકતમાં આવી હતી.
વટવા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આતંક મચાવનારી ટોળકીના આદિલ શેખ, ફારૂક ઉર્ફે ગરદન,મોઇન ઉર્ફે લંગડો,હુસૈન ઉર્ફે ભૈયા ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે.પોલીસે ગુનામાં વપરાયેલી તલવારો અને વાહન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. વટવા પોલીસના જણાવ્યા મુજબ, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. હાલમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


