HomeGujaratVadodaraVadodara: ડ્રાઈવરને ઝોકું આવ્યું ને ખાનગી કંપનીની બસ ધડાકાભેર શિવ મંદિરમાં ઘૂસી,...

Vadodara: ડ્રાઈવરને ઝોકું આવ્યું ને ખાનગી કંપનીની બસ ધડાકાભેર શિવ મંદિરમાં ઘૂસી, મોટી જાનહાનિ ટળી

વડોદરાના સમા વિસ્તારમાં લક્ઝરી બસના ચાલકને અચાનક ઊંઘનું ઝોકું આવી જતાં બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી શિવ મંદિરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ પૂનમ નગર પાસે આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસના ચાલકને અચાનક ઊંઘનું ઝોકું આવી જતાં બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી રોડની સાઈડમાં આવેલા શિવ મંદિરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ બસ ખાનગી કંપનીના કર્મચારીઓને પીક-અપ કરીને ફેક્ટરી તરફ જઈ રહી હતી. સમા પૂનમ નગર પાસેથી પસાર થતી વખતે ડ્રાઈવરને અચાનક ઝોકું આવી ગયું હતું. જેને કારણે બસે માર્ગ બદલી નાખ્યો હતો અને તે સીધી શિવ મંદિરના પરિસરમાં ઘૂસી ગઈ હતી. બસ મંદિરના શેડ સાથે અથડાતા જોરદાર અવાજ થયો હતો અને શેડને મોટું નુકસાન પહોંચ્યું હતું.

સૌભાગ્યવશ, અકસ્માત સમયે મંદિરમાં કોઈ ભક્તો હાજર નહોતા અને બસમાં સવાર કર્મચારીઓનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ શિવ મંદિરના સ્ટ્રક્ચર અને શેડને ખાસ્સું નુકસાન થયું છે. ઘટનાના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments