HomeWorldWorld : ઈરાન મુદ્દે અમેરિકા અને ચીન સામસામે, ચીન પર 50 ટકા...

World : ઈરાન મુદ્દે અમેરિકા અને ચીન સામસામે, ચીન પર 50 ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી, જાણો કેમ?

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન વિરુદ્ધ આર્થિક મોરચો ખોલવાની તૈયારી બતાવી છે. ન્યુઝ ચેનલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો ચીન ઈરાનને શસ્ત્રો પૂરા પાડશે, તો ચીનથી અમેરિકા આવતા તમામ સામાન પર 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ નિવેદનથી વૈશ્વિક શેરબજાર અને વેપાર જગતમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

અમેરિકી ગુપ્તચર અહેવાલો મુજબ, ચીન દ્વારા ઈરાનને એન્ટી-એરક્રાફ્ટ ‘શોલ્ડર મિસાઇલો’ (ખભા પર રાખીને છોડી શકાય તેવી મિસાઈલ) સપ્લાય કરવામાં આવી રહી હોવાની આશંકા છે. ટ્રમ્પે જણાવ્યું કે, જોકે ચીન આવું જોખમ લે તેવી શક્યતા ઓછી છે, પરંતુ જો અમેરિકાને આવા કોઈ પુરાવા મળશે તો ચીની અર્થતંત્રને મોટું નુકસાન વેઠવું પડશે. ટ્રમ્પે ઉમેર્યું કે, “ચીની નેતૃત્વ સાથે મારા સારા સંબંધો છે, પરંતુ અમેરિકાની સુરક્ષા અને ઈરાન પરના દબાણના મામલે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.”

આ ધમકી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો કોઈ પણ નિષ્કર્ષ વગર પૂરી થઈ છે. ટ્રમ્પે આ નિષ્ફળતા માટે ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને જવાબદાર ગણાવી છે. તેમણે વધુમાં આક્રમક વલણ દાખવતા કહ્યું કે, “અમેરિકા હવે ઈરાનના જોખમને સંપૂર્ણપણે ખતમ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે.”

બીજી તરફ, રશિયાએ પણ આ મામલે સક્રિયતા દાખવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને વાટાઘાટોની નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરી અને શાંતિ પ્રયાસોમાં રશિયા તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments