મેષ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જતા આવક થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પરંતુ મહત્વના નિર્ણય મુલતવી રાખવા.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેની તકેદારી રાખવી. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
સિંહ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરો. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ જણાય.
તુલા : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
ધન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.
મકર : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. કુટુંબ-પરિવારના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
કુંભ : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
મીન : આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી આપે સંભાળવું પડે.


