HomeGujaratGujarat : ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ...

Gujarat : ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા

ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગે ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. 19 અને 20 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 અને 20 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદ સામાન્યથી ઓછો હોવાનું પૂર્વાનુંમાન પણ કરવામાં આવ્યું છે. ભુજમાં હાલમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજમાં હાલમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો છે. આકરી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. બપોર પડતાની સાથે જ રસ્તા સુમસામ બની જાય છે. જાહેર રસ્તા અને શેરીઓમાં લોકોની અવરજવરમાં ઘટાડો થયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પાણીના સહારે હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments