HomeGujaratSuratSurat : સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા...

Surat : સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ

સુરત શહેરમાં પાલિકા-સરકારનો વિવિધ વેરો ભરનારા વેપારીઓ ગંદકી કરે તો પાલિકા દંડ ફટકારે છે પરંતુ માથા ભારે દબાણ કરનારાઓ ગંદકી કરે તો તેમની સામે કોઈ પગલા ભરાતા નથી. વેરો ભરનાર સામે પગલાં અને દબાણ કરનારાઓ સામે કોઈ પગલાં ન ભરાતા હોવાથી અસંતોષની લાગણી ફેલાઈ રહી છે. માથાભારે દબાણ કરનાર સામે આકરા પગલાં ભરી ગંદકી હટાવવા માંગણી થઈ રહી છે.

સુરત મ્યુનિ. કમિશનર એમ.નાગરાજન રોજ વહેલી સવારે શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. મ્યુનિ. કમિશનરની આ ઝુંબેશના કારણે શહેરમાં સફાઈનું સ્તર સુધર્યું છે. પરંતુ કેટલાક માથાભારે દબાણ કરનારાઓ પાલિકાના સફાઈ અભિયાનને હાની પહોંચાડી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં કેનાલની આસપાસ દબાણ કરનારાઓનો રાફડો ફાટ્યો છે. આ વિસ્તારમાં પાલિકા સઘન સફાઈ અભિયાન કરીને વિસ્તાર ચોખ્ખો ચણાક કરી દે છે પરંતુ દિવસ ભર દબાણ કરનારા માથાભારે તત્વો શાકભાજી સાથેનો વધેલો કચરો કેનાલમાં પધરાવી રહ્યાં છે. આ કચરો કહોવાઈને ગંધાઈ રહ્યો છે અને લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ રહ્યો છે. પાલિકા તંત્ર આવા દબાણ કરનારા ઓને કાયમી ધોરણે હટાવી શકતી નથી અને આ ગંદકીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે.

બીજી તરફ શહેરના રાજમાર્ગ પર રવિવારી બજાર ભરાઈ રહી છે ત્યાર બાદ રાત્રીના મોટી માત્રામાં પ્લાસ્ટિક સહિતનો કચરો જાહેર રસ્તા પર ઉડતો જોવા મળે છે. આ ઉપરાંત ચૌટા બજારમાં પણ દબાણ કરનારા માથાભારે તત્વો જાહેરમાં કચરો ફેંકતા હોવાથી સફાઈ કામદારોની કામગીરીમાં સતત વધારો થઈ રહ્યો છે.

માથાભારે દબાણ કરનારઓ સામે પાલિકા તંત્ર કોઈ નક્કર કામગીરી કરતી નથી તો બીજી તરફ પાલિકા અને સરકારનો વિવિધ વેરો ભરનારા વેપારીઓની દુકાન બહાર કચરો ફેંકાયેલો હોય કે તેઓ ગંદકી કરતા માલુમ પડે તો પાલિકા આકરો દંડ કરે છે. આ ગંદકી કરનારા વેપોરીઓને ગંદકી બદલ દંડ ફટકારે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ માથા ભારે દબાણ કરનારા શહેરમાં ગંદકી ફેલાવી રહ્યાં છે તેમની સામે કોઈ આકરા પગલા ભરાતા નથી. પાલિકાની આ વિવાદી કામગીરીના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments