HomeGujaratSabarkantha : પુત્રની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું

Sabarkantha : પુત્રની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું

કાંકરેજ તાલુકાના શિહોરી-પાટણ હાઈવે પર બનાસ નદી બિજ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન દ્વારા બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.જેના કારણે તેમનું મોત થયું હોવાનું અનુમાન છે.

કાંકરેજ તાલુકાના શિહોરી-પાટણ હાઈવે પર બનાસ નદી બિજ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ અજાણ્યા વાહન દ્વારા બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.જેના કારણે તેમનું મોત થયું હોવાનું અનુમાન છે.મૃતકની ઓળખ વીરચંદજી નાનજીજી ઠાકોર ગામ કંબોઈ તરીકે થઈ છે.અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે કોડી આવ્યા હતા અને ઇજાચસ્તને તાત્કાલિક શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે પરિવારજનો દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવવામાં આવી છે.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વાહનચાલકને શોધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વિશેષ વાત એ છે કે મૃતકના પુત્રના લગ્નના ગણતરીના દિવસો બાકી હતા અને તેઓ લગ્નની કંકોત્રી સગા-સંબંધીઓને આપવા માટે નીકાળ્યા હતા.આવા સમયે અકસ્માતમાં તેમનું અવસાન થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments