HomeTop NewsTOP NEWS : 'ઈરાન સાથે આવતીકાલ સુધીમાં થઈ શકે છે ફાઈનલ ડીલ',...

TOP NEWS : ‘ઈરાન સાથે આવતીકાલ સુધીમાં થઈ શકે છે ફાઈનલ ડીલ’, ટ્રમ્પે કર્યો વાતચીતનો દાવો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેની સમજૂતી સોમવાર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. રવિવારે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેહરાન અત્યારે વાટાઘાટો કરી રહ્યું છે અને સોમવાર સુધીમાં પરિણામ આવી શકે છે.

આ સંવેદનશીલ મંત્રણાઓ અંગે ટ્રમ્પે વધુમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, ‘ઈરાની પક્ષના વાટાઘાટકારોને મર્યાદિત માફી આપવામાં આવી છે. આવતીકાલ સુધીમાં ઈરાન સાથે સમજૂતી શક્ય છે અને તેહરાન (ઈરાન સરકાર) વાટાઘાટો કરી રહ્યું છે. જો તેહરાન કોઈ કરાર કરવા તૈયાર નહીં થાય તો તો હું આદર્શ રીતે ઈરાની ઓઇલ પર કબજો કરી લઈશ.’

ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો મંગળવાર સુધીમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવામાં નહીં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવામાં આવશે. તેમણે 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે જો સમજૂતી નહીં થાય તો ઈરાન પર “નરક જેવો પ્રકોપ વરસશે.”

બીજી તરફ, ઈરાને આ અલ્ટીમેટમને ફગાવી દીધું છે અને તેને ટ્રમ્પની “નિરાશા અને ગભરામણ” ગણાવી છે. ઈરાની સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોઈપણ કાર્યવાહી આ પ્રદેશને અમેરિકા અને ઈઝરાયલ માટે “નરક” બનાવી દેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments