HomeIndiaNational : ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત

National : ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત

ભારત હવે દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એડવાન્સ યુઝ કરનારા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ સાથે જ ભારતે એઆઈનો ઉપયોગ કરતા ટોપ-૫ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ, દેશમાં એઆઈનો વપરાશ મોટા શહેરોમાં કેન્દ્રિત છે. આ માહિતી ઓપનએઆઈના રિપોર્ટમાં સામે આવી છે.

રિપોર્ટ મુજબ, ભારતના યુઝર્સ હવે માત્ર એઆઈનો સામાન્ય ઉપયોગ નથી કરતા. તેઓ તેને હાઈ-સ્કિલ કામો માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. ચેટજીપીટી જેવી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને તેઓ કોડિંગ , ડેટા એનાલિસિસ અને જટિલ સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે. આ વૃદ્ધિ વચ્ચે એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં લગભગ ૫૦ ટકા એડવાન્સ્ડ એઆઈ યુઝર્સ માત્ર ૧૦ શહેરોમાં જ રહે છે.

જેમાં બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને પુણે મુખ્ય શહેરો છે. આ શહેરોમાં આઈટી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી એઆઈનો ઉપયોગ વધુ થાય છે.મેટ્રો શહેરોમાં યુઝર્સ એપ્સ બનાવી રહ્યા છે. તેઓ પોતાના કામને ઓટોમેટ કરી રહ્યા છે અને કોડિંગ તથા રિસર્ચમાં એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.

જ્યારે, અન્ય શહેરોમાં તેનો ઉપયોગ સામાન્ય પ્રશ્નો સુધી મર્યાદત રહ્યો છે. ભારતમાં ડેવલોપર્સ એઆઈ ટૂલ્સને ઝડપથી સ્વીકારી રહ્યા છે. વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ અભ્યાસ અને સ્કિલ્સ માટે કરી રહ્યા છે.

અંગ્રેજી જાણતા યુઝર્સમાં એઆઈનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments