HomeLIFE STYLELife Style : ઉનાળાની ગરમીમાં બાળકો સાથે વેકેશનમાં ફરવાની 5 જોરદાર જગ્યાઓ...

Life Style : ઉનાળાની ગરમીમાં બાળકો સાથે વેકેશનમાં ફરવાની 5 જોરદાર જગ્યાઓ ,ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે જવા માટે બેસ્ટ છે

ભારતમાં ઉનાળાના મહિનાઓ મે અને જૂન છે. તેમાં પણ મે મહિનામાં સૌથી ગરમી હોય છે. આ સાથે બાળકોને પણ આ મહિનામાં રજાઓ હોય છે. જેના કારણે દરેક વ્યક્તિ મે મહિનાની લાંબી રજાઓ હિલ સ્ટેશન અથવા સારી જગ્યાએ વિતાવવાનું પસંદ કરે છે. આવો તો એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે મે મહિનામાં મુલાકાત લઈ શકો છો.

1. પંચમઢી હિલ સ્ટેશન મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઉનાળામાં લોકો ગુફાઓ અને તળાવોની મુલાકાત લેવા પંચમઢી આવે છે. અહીં બોટિંગ અને ટ્રેકિંગ પણ કરી શકાય છે. અહીંની પાંડવ ગુફા ઘણી લોકપ્રિય છે. તમે વોટર ફોલની મજા પણ માણી શકો છો. અહીં ઉનાળાના દિવસોમાં તાપમાન 5 થી 30 ડિગ્રીની વચ્ચે રહે છે.

2. આંધ્ર પ્રદેશની હર્ષિલ હિલ્સ પણ ઉનાળામાં રાહત માટે બેસ્ટ લોકેશન છે. અહીં તમને વાદળી ગુલમહોર કોરલ અને નીલગિરીના વૃક્ષો જોવા મળશે. અહીંનું વાતાવરણ પણ ઠંડુ રહે છે. વેક્તેશ સ્વામી મંદિર, રામકૃષ્ણ બીચ, ઉંડાવલી ગુફા અહીંની ફેમસ જગ્યામાંથી એક છે.

3. ગુલમર્ગ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલું છે, જેને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં વર્ષના દરેક મહિનામાં બરફ જોવા મળે છે. ગુલમર્ગમાં વિશ્વનો સૌથી પ્રખ્યાત ગોલ્ફ કોર્સ પણ છે. બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું છે.

4. કૌસાની ઉત્તરાખંડ રાજ્યમાં આવેલુ છે. અહીં ઘણા ગામો છે, જે પોતાની સુંદરતા માટે જાણીતા છે. ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન છે, જેમાંથી આ એક પહાળોની ટોચ પર આવેલું છે. તેની આસપાસ મોટા પાઈન વૃક્ષો છે.

5.મુન્નાર કેરળમાં આવેલું છે. અહીંની સુંદરતા અદ્ભુત છે. અહીંના કાર્મિક ગીરી અને હાથી પાર્ક ખૂબ ફેમસ છે. તમે અહીં ટ્રેકિંગ પણ કરી શકો છો. સીતા દેવી તળાવની મુલાકાત લઈ શકો છો, ચાના બગીચાઓ પણ છે જે આંખોને શાંતિ આપે છે. તમે મે મહિનામાં અહીં મુલાકાત લેવા આવી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments