અધ્યાત્મ અને હવામાન પરિવર્તન : શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે?

દઝાડી દેનારી ગરમીનું મોજું (હીટ વેવ), જંગલોની આગ (દાવાનળ) અને વિનાશક પૂર જેવી કુદરતી આપત્તિઓ એવું દર્શાવે છે કે જાણે પૃથ્વી આપણને કોઈ તાકીદની ચેતવણી આપી રહી છે ! વૈશ્વિક નેતાઓના અથાગ પ્રયાસો છતાં પર્યાવરણની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. શું આપણે આ સંકટ પાછળના કોઈ ઊંડા કારણને દુર્લક્ષ કરી રહ્યા છીએ?
શું આનું મૂળ કારણ અધ્યાત્મમાં તો છુપાયેલું નથી ને?
અધ્યાત્મશાસ્ત્ર અનુસાર, બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુ સૂક્ષ્મ સ્પંદનો પ્રક્ષેપિત કરે છે, જે ‘ત્રિગુણો’થી – સત્ત્વ, રજ અને તમ દ્વારા પ્રભાવિત હોય છે. કરુણા અને પ્રામાણિકતા જેવા ગુણો ‘સત્ત્વ’ વધારે છે, જ્યારે લોભ, દ્વેષ અને સ્વાર્થ ‘રજ-તમ’ વધારે છે, જેનાથી ‘આધ્યાત્મિક પ્રદૂષણ’ નિર્માણ થાય છે. આ જ આધ્યાત્મિક અસંતુલન ‘પંચમહાભૂતો’ (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ) નું સંતુલન બગાડીને કુદરતી આપત્તિઓને જન્મ આપે છે.
નિસર્ગનું ચક્ર અને માનવ વર્તન
પ્રાચીન ભારતીય ગ્રંથ ‘ચરક સંહિતા’માં વર્ણન કરેલા યુગ ચક્રો અનુસાર, વર્તમાનનું ‘કલિયુગ’ આધ્યાત્મિક દૃષ્ટિએ સૌથી નીચલા સ્તર પર છે, જ્યાં સામૂહિક અધર્મ એ હવામાનના બગાડનું મુખ્ય કારણ છે.
MAV (મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય)ના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ૯૮% પર્યાવરણીય ફેરફારો આ જ ચક્રીય પરિવર્તનોને કારણે થાય છે, અને કુદરતી આપત્તિઓ એ પ્રકૃતિ દ્વારા આધ્યાત્મિક સંતુલન પુનઃર્સ્થાપિત કરવાનું એક માધ્યમ છે.

પર્યાવરણના સૂક્ષ્મ સ્પંદનો પર સંશોધન
MAV ના સંશોધકોએ ૩૨ દેશોમાંથી એકત્રિત કરેલી માટી અને પાણીના ૧,૦૦૦ નમૂનાઓનો ‘ઑરા મીટર’ અને ‘એનર્જી સ્કેનર’ દ્વારા અભ્યાસ કર્યો. આના તારણો આશ્ચર્યજનક હતા :
૧. ભારત બહારના ૮૩% થી વધુ નમૂનાઓમાંથી નકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થતા જોવા મળ્યા, જેમાં એક વર્ષમાં નકારાત્મકતા ૫૦૦% સુધી વધી ગઈ.
૨. ભારતના ૬૫% થી વધુ નમૂનાઓમાં સકારાત્મક સ્પંદનો હતા. ભૌતિક રીતે પ્રદૂષિત નદીઓ પણ ૬ મીટર સુધીના સકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત કરતી જોવા મળી હતી.
૩. આધ્યાત્મિક રીતે પવિત્ર સ્થળો (મંદિરો/આશ્રમો) અને ત્યાંની વનસ્પતિઓએ ઉચ્ચ સકારાત્મકતા દર્શાવી.
સંશોધકો આ તફાવતનું કારણ ભારતમાં આધ્યાત્મિકતા, શાકાહાર અને સંતોની ઉપસ્થિતિને માને છે. આનાથી વિપરીત, ભૌતિકવાદ અને સાધનાનો અભાવ પર્યાવરણને નકારાત્મક ઊર્જાથી ભરી દે છે. પરિણામે સૂક્ષ્મ અને શક્તિશાળી નકારાત્મક ઉર્જાઓ નિર્માણ થાય છે અને માનવજાત પર નકારાત્મક અસર કરે છે. આ બાબત વિકસિત છઠ્ઠી જ્ઞાનેંદ્રિય (સિક્સ્થ સેન્સ)નો ઉપયોગ કરીને એક સાધક દ્વારા દોરવામાં આવેલા સૂક્ષ્મ ચિત્ર પરથી સમજી શકાય છે.

સાધના : પર્યાવરણ શુદ્ધિનો ઉપાય !
MAV ના સંશોધન પરથી સિદ્ધ થયું છે કે નામજપ, યજ્ઞ અને સાત્ત્વિક જીવનશૈલી જેવી સાધના માત્ર મનુષ્યના સપ્તચક્ર અને ઊર્જા-ક્ષેત્રને જ શુદ્ધ કરવાને બદલે તેની આસપાસના વાતાવરણમાં પણ સકારાત્મક સ્પંદનો વધારે છે. વર્તમાન સમયમાં સંતોએ વિશેષ કરીને ‘‘શ્રી રામ જય રામ જય જય રામ’’ નામજપ કરવા માટે માર્ગદર્શન આપ્યું છે.
આ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે, આ દૃષ્ટિકોણ એક નવી દિશા આપે છે – જો માનવીય વિચારો અને કાર્યોમાં પ્રદૂષણ હોઈ શકે છે, તો પર્યાવરણની શુદ્ધિ પણ આંતરિક આધ્યાત્મિક પરિવર્તન અને સામૂહિક ચેતનામાં વૃદ્ધિ દ્વારા જ થઈ શકે છે !
સંકલનકર્તા : શ્રી. શૉન ક્લાર્ક, સંશોધન જૂથ પ્રમુખ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય


