HomeIndiaNational : ઝારખંડની મતદાર યાદીમાંથી 43.61 લાખ લોકોના નામ દૂર કરાયા

National : ઝારખંડની મતદાર યાદીમાંથી 43.61 લાખ લોકોના નામ દૂર કરાયા

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણી પંચે બુધવારે ઝારખંડમાં SIR માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. જેમાં  43.61 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.

આ અંગે ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે SIR પ્રક્રિયા હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદી અંગે વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઝારખંડમાં SIR પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં 2.64 કરોડ મતદારો હતા. જોકે, SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોની સંખ્યા 2.21 કરોડ થઈ  છે. 

SIR ના ગણતરી તબક્કામાં નોંધપાત્ર જનભાગીદારી

મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ 2,64,63,236 મતદારોમાંથી, 2,21,01,249 (83.51 ટકા) એ 29 જુલાઈ  2026 સુધીમાં તેમના ગણતરી ફોર્મ સબમિટ કર્યા હતા. આ આંકડો SIR ના ગણતરી તબક્કામાં નોંધપાત્ર જનભાગીદારી દર્શાવે છે. SIR પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી  43,61,987  મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.

7.63 લાખ મતદારો મૃત્યુ પામ્યા હતા

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામમાં આશરે 7.63 લાખ મતદારો મૃત્યુ પામ્યા હતા. જ્યારે  15.92 લાખ વ્યક્તિઓ કાયમી ધોરણે સ્થળાંતરિત થયા હતા. તેમજ  14.50 લાખ લોકો શોધી શકાયા ન હતા અથવા પ્રક્રિયા દરમિયાન ઉપલબ્ધ ન હતા  અને 4.38 લાખ વ્યક્તિઓ અનેક સ્થળોએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

8, 9, 22 और 23 अगस्त को लगेंगे स्पेशल कैंप

1 अक्टूबर 2026 को 18 साल के हो चुके या 1 अक्टूबर 2026 तक 18 साल के होने वाले युवा वोटरों को फ़ॉर्म 6 में अपना आवेदन भरने के लिए प्रोत्साहित किया जा रहा है. उन्होंने आगे कहा, “ऐसे युवा वोटरों को रजिस्टर करने के लिए झारखंड भर में 8, 9, 22 और 23 अगस्त को स्पेशल कैंप लगाए जाएंगे, ताकि भारत के सभी योग्य नागरिकों का नाम लिस्ट में शामिल किया जा सके और कोई भी छूट न जाए.” सुनवाई और वेरिफिकेशन के लिए नोटिस का दौर 3 अक्टूबर को खत्म होगा. फाइनल वोटर लिस्ट 7 अक्टूबर को जारी की जाएगी. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments