HomeGujaratGujarat : ખાંડની સંગ્રહખોરી સામે પગલાં લેવા સરકારની તૈયારી, ગાંધીનગરમાં મળી ઉચ્ચસ્તરીય...

Gujarat : ખાંડની સંગ્રહખોરી સામે પગલાં લેવા સરકારની તૈયારી, ગાંધીનગરમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક

ખાંડની આયાતને મંજૂરી આપવાના તથા સટ્ટાખોરી અને સંગ્રહખોરી પર અંકુશ મૂકવાના સરકારના પગલાંની અસર હવે દેખાઈ રહી છે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે ખાંડના એક્સ-મિલ ભાવ (જથ્થાબંધ ભાવ) ૧૮ ટકા ઘટીને ₹૫૫ પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે અને આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. જોકે, મિલના ભાવમાં થયેલા આ ઘટાડાની અસર હજુ સુધી છૂટક બજારોમાં જોવા મળી નથી.હાલમાં ગુજરાત સહિત દેશભરમાં ખાંડના ભાવે તોબા પોકરાવી છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે પણ હવે કમર કસી છે. ખાંડના ભાવોને કાબૂમાં લેવા માટે ગાંધીનગરમાં પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. કેન્દ્ર સરકારની સૂચનાના આધારે જરૂરી સૂચના જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો.
જથ્થાબંધના ભાવમાં 18 ટકાનો ઘટાડો

સરકારે ખાંડની આયાતને મંજૂરી આપ્યા પછી અને સંગ્રહખોરી અને સટ્ટાખોરી પર કડક કાર્યવાહી કર્યા પછી, મિલોના ભાવમાં 18 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે ₹67 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચેલા મિલના ભાવ હવે ઘટીને ₹55 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે.


છૂટક ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડો નહીં

જોકે, છૂટક ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડો નોંધાયો નથી. ગયા અઠવાડિયે, ખાંડ મિલોએ ભાવ વધાર્યા હતા, જેના કારણે ભાવ ₹67 પ્રતિ કિલો યા હતા. હવે, મિલોના ભાવ 18% ઘટીને ₹55 પ્રતિ કિલો થયા છે.આ બેઠક અંગેની વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પુરતા પ્રમાણમાં ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યની જનતાને રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મીલો પ્રતિદિન 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતની ખાંડ મીલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. ચાર મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments