HomeIndiaNational : કંગના રનૌતનો નવો ધડાકો: "હું ભાજપની કઠપૂતળી નથી

National : કંગના રનૌતનો નવો ધડાકો: “હું ભાજપની કઠપૂતળી નથી

એક્ટ્રેસ અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાંસદ કંગના રનૌતે પોતાની એક ખાસ મુલાકાતમાં પોતાનો બેબાક અને અગ્રેસિવ અંદાજ વ્યક્ત કર્યો છે. સાંસદ કંગના રનૌતે કહ્યું હતું કે, હું કોઈ ભાજપની કઠપૂતળી નથી. પાર્ટી આજે મારી સાથે છે પણ આવતીકાલે ના પણ હોય. બાબા રામદેવ પર ટોણો મારતા કહ્યું કે, શું તેઓ ચામાચિડીયું બનીને મારા બેડરૂમના પંખા પર લટકતા હતા? 

છેલ્લા કેટલાક દિવસોથી કંગના પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. કોઈ પણ હોટ ટોપિક પર તે પોતાનું મંતવ્ય આપીને ચર્ચામાં રહે છે. હવે તેનું એવું નિવેદન સામે આવ્યું છે જેના કારણે ભાજપમાં અંદરોઅંદર ડખો થઈ શકે એમ છે. મુદ્દો એ છે કે, ખરેખર પાર્ટીને એની ખબર છે કે નહીં?

હું જાણી જોઈને આવું નથી કરતી

કંગનાએ કહ્યું હતું કે, હું કંઈ ભાજપની કઠપૂતળી નથી. બની શકે છે કે, આવતીકાલે પાર્ટી મારો સાથે ન આપે. મારી સાથે ઊભી ન પણ હોય. આગામી લોકસભામાં જો ટિકિટ ન મળી તો મારી પાસે કરવા માટે ઘણા બધા કામ છે. હજુ પણ ઘણા ડાયરેક્ટરની હું ફેવરીટ એક્ટ્રેસ તો છું જ. પોતાના બેબાક અને આખાબોલા અંદાજમાં વાત કરતા સાંસદે કહ્યું કે, કોંક્રોચને તમે ચપ્પલથી જ મારશો ને, હાથ પર તો લેશો નહીં? કિસ તો કરશો નહીં? એવું નથી કે હું મારા પક્ષથી દૂર જવાનો ઇરાદો રાખું છું. મને લાગે છે કે, જ્યારે ખૂબ જ ઘોંઘાટ હોય છે, ત્યારે તમારે પણ ક્યારેક બૂમો પાડવી પડે છે. 



હું ઘણીવાર કડક નિવેદનો આપું છું, જોકે હું જાણી જોઈને આવું કરતી નથી. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે… હું કઠપૂતળી નથી. ભાજપ આજે મારી સાથે ઊભો છે. કાલે કદાચ નહીં પણ રહે. હું બે વર્ષથી સંસદ સભ્ય છું અને વીસ વર્ષથી કલાકાર છું. મારી પોતાની એક ઓળખ છે. જો હું ઊભી થઈને બોલું, તો પ્રેસના વીસ સભ્યો મને સાંભળવા આવશે.

ઘણા ડાયરેક્ટરની આજે પણ હું ફેવરીટ

મારા વિચાર મારા પોતાના છે. મારી પોતાની પણ એક વિચારધારા છે. તેને અચાનક ગાયબ તો કરી શકાય એમ નથી.હું એવા પ્રયાસ કરૂ છું અને પાર્ટી સાથે મારૂ અલાઈનમેન્ટ એવું છે કે, ક્યારેય કંઈ પુટઓન કરવું ન પડે. પણ ક્યારેક ઊચનીચ થઈ જતી હશે, જે ક્યારેક ખટકતી હશે, હું હજુ રાજનીતિમાં નવી છું અને કેટલીક વસ્તુઓને શીખી રહી છું. રાજનીતિ કરીશ કે એક્ટ્રેસ તરીકે કમબેક કરીશ એ વિશે કહેવું મુશ્કેલ છે. 

આજના સમય સાથે જોઈને ઘણી અનિશ્ચિતા છે.ટિકિટ ન મળવાનો મને કોઈ ડર નથી, એવું પણ નથી કે ટિકિટ ન મળતા મારૂ અસ્તિત્વ ખતમ થઈ જશે. હું એક એક્ટ્રેસ છું, ફિલ્મમેકર છું, રાઈટર છું અને મારા કામથી પ્રેમ છે. ઘણા એવા ડાયરેક્ટર છે એની આજે પણ હું ફેવરીટ રહી છું. એ લોકો પણ રાહ જોઈને બેઠા છે. એ લોકો પણ મને પૂછે છે કે, મેં ઈન્ડસ્ટ્રી શા માટે છોડી દીધી? મારી પાસે જીવનમાં કરવા જેવું ઘણું બધુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments