HomeSportsSports : ભારત આજે મહિલા એશિયા કપની ફાઇનલમા શ્રીલંકા સામે ટકકર, 2024માં...

Sports : ભારત આજે મહિલા એશિયા કપની ફાઇનલમા શ્રીલંકા સામે ટકકર, 2024માં શ્રીલંકા સામે મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ACC વુમેન્સ એશિયા કપ 2026 નો ફાઇનલ રમાવાનો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમની નજર રેકોર્ડ આઠમા એશિયા કપ ખિતાબ પર ટકેલી છે. ભારત માટે આ ખિતાબી મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઇન્ડિયા 2024 ના ફાઇનલમાં શ્રીલંકાના હાથે મળેલી 8 વિકેટની હારનો બદલો લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ચમરી અટાપટ્ટુની આગેવાની હેઠળની શ્રીલંકન ટીમ સામે ખિતાબ બચાવવાનો પડકાર હશે. બંને ટીમોએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ ગુમાવી નથી.

શેફાલીના બેટ પર ભારતની નજર

ભારત માટે આ ટૂર્નામેન્ટમાં શેફાલી વર્માનું બેટ સૌથી મોટી તાકાત રહ્યું છે. તેણે અત્યાર સુધી 168 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે. તે ટૂર્નામેન્ટની સૌથી વધુ રન બનાવનારી બેટ્સમેન પણ છે. દુબઈની ધીમી અને સ્પિનરોને અનુકૂળ પીચો પર શેફાલીએ જે આક્રમક અંદાજમાં બેટિંગ કરી છે, તેણે ભારતીય ટીમને સતત મજબૂત શરૂઆત અપાવી છે. સ્મૃતિ મંધાનાએ પણ 154 રન બનાવ્યા છે, પરંતુ તેનું પ્રદર્શન ઉતાર-ચઢાવ વાળું રહ્યું છે. તેણે એક શાનદાર સદી ફટકારી, પરંતુ બે ઇનિંગ્સમાં તે બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શકી નહોતી. તેનાથી વિપરીત શેફાલીએ સતત રન બનાવીને ટીમના ટોપ ઓર્ડરને મજબૂતી આપી છે.

દીપ્તિ શર્મા કરી રહી છે કમાલ

બોલિંગમાં દીપ્તિ શર્મા ભારતની સૌથી મોટી તાકાત છે. તેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 11 વિકેટ ઝડપી છે અને શ્રીલંકાની કેપ્ટન ચમરી અટાપટ્ટુ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. દીપ્તિએ બેટથી પણ ઉપયોગી યોગદાન આપ્યું છે. બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલમાં તેણે માત્ર 6 બોલમાં 13 રન બનાવીને ભારતનો સ્કોર 150 રનની નજીક પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દીપ્તિની સાથે શ્રી ચરણી અને પ્રેમા રાવતે પણ સ્પિન વિભાગમાં સારું પ્રદર્શન કર્યું છે. દુબઈની પરિસ્થિતિઓને જોતાં ભારતીય સ્પિન બોલિંગ ફાઇનલમાં પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ક્યારે અને ક્યાં રમાશે ફાઇનલ?

ભારત અને શ્રીલંકા વચ્ચે વુમેન્સ એશિયા કપ 2026 નો ફાઇનલ રવિવાર એટલે કે 13 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલો ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

ભારતમાં TV પર ક્યાં જોશો લાઇવ?

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2026 ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ SonyLIV એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments