HomeWorldWorld : અમેરિકામાં સેંકડો ફ્લાઈટ્સ રદ, નોર્થ-ઈસ્ટના એરપોર્ટ પર અફરાતફરી

World : અમેરિકામાં સેંકડો ફ્લાઈટ્સ રદ, નોર્થ-ઈસ્ટના એરપોર્ટ પર અફરાતફરી

અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય સભા માટે દુનિયાભરના નેતા ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે. આવા સમયે જ અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એર ટ્રાફિક વ્યવસ્થામાં મોટી ટેકનિકલ ખામી સર્જાતા સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી અને હજારો ફ્લાઈટ્સના ઉડ્ડયનમાં વિલંબ થયો હતો. ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી, લાગાર્ડિયા, નેવાર્ક, ફિલાડેલ્ફિયાના એરપોર્ટ્સની ફ્લાઈટ્સ પર પણ અસર થઈ હતી. જોકે, કલાકોની જહેમત પછી ટેકનિકલ ખામી સુધારવામાં આવતા ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ શકી હતી.

અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન મુજબ ફિલાડેલ્ફિયાના એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સોમવારે સવારે એક સર્કિટ ફેઈલ થઈ ગઈ હતી. ત્યાર બાદ જાણવા મળ્યું કે, ન્યૂ જર્સીમાં કન્સ્ટ્રક્શન કામના પગલે ન્યૂ બુ્રન્સવિક અને નેવાર્ક વચ્ચેની બેકઅપ ફાઈબર ઓપ્ટિકલ લાઈન કપાઈ ગઈ હતી.


ફિલાડેલ્ફીયામાં એરટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સોમવારે આ ખામી ઊભી થતાં ફિલાડેલ્ફીયા ઉપરાંત ન્યૂયોર્ક સિટી અને આસપાસનાં એરપોર્ટસથી ઉપડતી તેમજ ત્યાં આવતી અનેક ફ્લાઇટસ કેન્સલ કરવી પડી હતી. પરિણામે, સેંકડો પેસેન્જર્સ જ નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્રોની મહાસમિતિમાં ભાગ લેવા આવનાર, મહાનુભાવો પણ રખડી પડયા હતા. તેઓનાં પ્લેન ન્યૂયોર્ક, નેવાર્ક કે ફિલાડેલ્ફીયાના એરપોર્ટ્સ પર પણ ઉતરી શક્યાં નહીં. આ ખામીના કારણે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સોમવારના એક કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા.
અમેરિકાના ઉત્તર-પૂર્વમાં નેવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૬૦૦થી વધુ ફ્લાઈટ્સ સહિત સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. ન્યૂયોર્ક સિટીના મોટાભાગના એરપોર્ટ્સ પર પણ આઉટેજની અસર થઈ હતી. ફ્લાઈટવેર.કોમ મુજબ ફિલાડેલ્ફિયામાં ૨૦૦થી વધુ ફ્લાઈટ રદ થઈ હતી. નેવાર્ક એરપોર્ટ પર મંગળવારે ૬૦ ફ્લાઈટ રદ થઈ અને ૪૦ વિલંબમાં મુકાઈ જ્યારે લાગાર્ડિયા અને કનેડી એરપોર્ટ્સ પર પણ ફ્લાઈટ્સ ખોરવાઈ હતી.આ ઘટના અંગે એફએએએ તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments