HomebusinessBusiness : સેબી રૂ. ૧૦ લાખથી ઓછી રકમ ધરાવતા કેસોનું ફાસ્ટ-ટ્રેક સેટલમેન્ટ...

Business : સેબી રૂ. ૧૦ લાખથી ઓછી રકમ ધરાવતા કેસોનું ફાસ્ટ-ટ્રેક સેટલમેન્ટ કરશે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એવા કેસોમાં ફાસ્ટ-ટ્રેક સેટલમેન્ટની મંજૂરી આપશે જ્યાં સેટલમેન્ટની રકમ રૂ. ૧૦ લાખથી ઓછી હોય. આ પગલું તેની સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાના હેતુથી કરાયેલા શ્રેણીબદ્ધ ફેરફારોનો એક ભાગ છે.
સુધારેલા માળખા હેઠળ, રૂ. ૧૦ લાખથી ઓછી સેટલમેન્ટ રકમ ધરાવતા કેસો સેબીની આંતરિક સમિતિમાંથી સીાૃધા જ પૂર્ણકાલીન સભ્યોની પેનલ પાસે જઈ શકશે, જેનાથી સમાધાન પ્રક્રિયા ટૂંકી થશે.

અમુક ઉલ્લંઘનો માટે, સેબી સેટલમેન્ટ રકમ દર્શાવતી નોટિસ જારી કરશે, જેથી સંબંધત એન્ટિટી નોટિસમાં દર્શાવેલ રકમ ચૂકવીને કાર્યવાહીનો નિકાલ લાવી શકે. આ મિકેનિઝમ નાણાકીય નિવેદનોની ખોટી રજૂઆત અને ભંડોળની ઉચાપત અથવા અન્યત્ર વાળી લેવા સંબંિાૃધત કેસોને પણ આવરી લેશે.


નિયામકે સેટલમેન્ટની રકમની ગણતરી માટે એક નવું ફોર્મ્યુલા પણ રજૂ કરી છે. સેબીએ સ્પષ્ટતા કરી છે કે બેઝ પેનલ્ટી (મૂળ દંડ)માં ગેરકાયદેસર નફાને ગણવામાં નહીં આવે, જેથી આવી રકમની બેવડી ગણતરી થવાની હાલની શક્યતા દૂર થશે. નિયામકે કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટેનો ઉપલબૃધ સમય ૬૦ દિવસથી વધારીને ૯૦ દિવસ કર્યો છે.
અન્ય રાહતોમાં, નિયામકે કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટેનો સમય ૬૦ દિવસથી વધારીને ૯૦ દિવસ કર્યો છે. આ ઉપરાંત, સંસ્થાઓને શો-કોઝ નોટિસ જારી થયાના ૬૦ દિવસ પહેલાં પણ સેટલમેન્ટ અરજી દાખલ કરવાની મંજૂરી મળશે.

સેબીએ સુાૃધારેલા નિયમોના અમલથી હાલના પેન્ડિંગ કેસોમાં સમાાૃધાન મેળવવા માટે સંસ્થાઓને ૯૦ દિવસની એક વખતની વિન્ડો પણ પૂરી પાડી છે.
આ વિન્ડો એવી સંસ્થાઓ માટે ઉપલબૃધ રહેશે જેમણે અગાઉ ક્યારેય સેટલમેન્ટ માટે અરજી કરી નથી, તેમજ જેઓની અગાઉની અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, પાછી ખેંચી લેવામાં આવી હતી અથવા પરત કરવામાં આવી હતી. આવી સંસ્થાઓએ લાગુ સેટલમેન્ટ રકમ પર વાૃધારાના ૨૦% ચૂકવવા પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments