HomeGujaratGUJARAT : મહીસાગર ખેલ મહાકુંભમાં ગંભીર બેદરકારીના આક્ષેપો: દોડના ટ્રેક પર કાંકરા-પથ્થરો,...

GUJARAT : મહીસાગર ખેલ મહાકુંભમાં ગંભીર બેદરકારીના આક્ષેપો: દોડના ટ્રેક પર કાંકરા-પથ્થરો, ખેલાડીઓની સુરક્ષા અને આયોજનના ખર્ચ સામે ઊઠ્યા સવાલ

મહીસાગર જિલ્લામાં ચાલી રહેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભના આયોજનને લઈને ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દોડની સ્પર્ધા માટે તૈયાર કરાયેલા ટ્રેક પર કાંકરા-પથ્થરો હોવાના કારણે ખેલાડીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી અને દોડની સ્પર્ધા હાલ પૂરતી મોકૂફ રાખવાની ફરજ પડી છે. રમતગમત જેવી મહત્વપૂર્ણ સ્પર્ધામાં ટ્રેકની મૂળભૂત ચકાસણી કર્યા વિના આયોજન કરવામાં આવ્યું હોયતેવુ જણાઈ રહેલછે.

આ મામલે જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન સ્થળ પર આવી માર્ગદર્શન આપ્યું હતું. જોકે, પ્રશ્ન એ છે કે અધિકારીઓ અને આયોજનકર્તાઓએ સ્પર્ધા શરૂ થાય તે પહેલાં ટ્રેકનું નિરીક્ષણ કેમ ન કર્યું? ખેલાડીઓના પગમાં ઈજા થાય અથવા કોઈ ગંભીર અકસ્માત સર્જાય ત્યાર બાદ જ તંત્ર જાગે તે સ્વીકાર્ય નથી. દોડની સ્પર્ધા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે, પરંતુ આ બેદરકારી માટે જવાબદારી નક્કી કરવામાં આવશે કે નહીં તે અંગે તંત્રએ કોઈસ્પષ્ટતાકરેલનથી.

સરકાર ખેલ મહાકુંભના નામે જાહેર નાણાં ખર્ચે છે,નેમોટીજાહેરાતોકરેછે. પરંતુ આ નાણાંનો વાસ્તવિક ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે તે અંગે પણ હવે ગંભીર સવાલો ઊભા થયા છે. શું સરકારી નાણાં માત્ર કાગળ પર જ ખર્ચાયેલા બતાવવામાં આવે છે? જિલ્લા કક્ષાની રમતોમાં સમગ્ર જિલ્લામાંથી વિદ્યાર્થીઓ અને રમતવીરો ભાગ લેવા આવે છે. તેઓ શું પોતાનું ભોજન ઘરે જ કરીને આવે અથવા આખો દિવસ ભૂખ્યા રહે? ખેલાડીઓ માટે નાસ્તો અને આરામની યોગ્ય વ્યવસ્થા કરવી આયોજનનો મૂળભૂત ભાગ નથી શું? સ્થળ પર ખેલાડીઓ માટે નાસ્તાની કોઈ યોગ્ય વ્યવસ્થા જોવા મળી નહોતી અને માત્ર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાના આક્ષેપો છે. જો આયોજન માટે પૂરતું બજેટ ફાળવવામાં આવ્યું હોય તો ખેલાડીઓ માટે જરૂરી નાસ્તો, પોષણ, આરોગ્યસુવિધા, સુરક્ષા અને અન્ય મૂળભૂત વ્યવસ્થાઓ કેમ કરવામાં આવી નહીં? આ સમગ્ર મામલે ખર્ચની વિગતો જાહેર કરી પારદર્શક તપાસ કરવી જરૂરી છે.

બીજી તરફ, જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા બાલાસિનોર ખાતે યોજવામાં આવતાં મહીસાગર જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નહીં તે અંગે પણ ગંભીર ચર્ચા છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાના સ્થળની પસંદગી કયા માપદંડોના આધારે કરવામાં આવી હતી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ હોવા છતાં તેને કેમ અવગણવામાં આવ્યું અને આ નિર્ણય પાછળ કોઈ વહીવટી કે અન્ય કારણ હતું કે નહીં, તે અંગે સંબંધિત તંત્રએ જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ.

આ ઉપરાંત, વિવિધ રમતોની સ્પર્ધાઓમાં હેડ કોચની હાજરી અને તકનીકી દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે. રમતગમતના આયોજનમાં હેડ કોચ, કન્વીનર અને અન્ય જવાબદાર અધિકારીઓની ફરજો શું છે તથા કઈ સ્પર્ધામાં કોની હાજરી ફરજિયાત છે, તે અંગેના સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવે. નિયમોનું પાલન ન થયું હોય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેલાડીઓની સુરક્ષા, મેદાનની યોગ્ય તૈયારી, પોષણ અને આરોગ્યસુવિધા તથા નિયમોનું પાલન અત્યંત મહત્ત્વનું છે. ત્યારે દોડના ટ્રેકની દયનીય સ્થિતિ, ખેલાડીઓ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થાનો અભાવ, બાસ્કેટબોલ સ્પર્ધાના સ્થળની પસંદગી અને કોચની હાજરી અંગે ઊભા થયેલા પ્રશ્નોને માત્ર સામાન્ય ખામી ગણાવીને દબાવી શકાય નહીં. આ સમગ્ર આયોજનની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે, ખર્ચની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે અને બેદરકારી સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ તથા આયોજનકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સરકારના નાણાંનો હિસાબ કાગળ પર નહીં પરંતુ સ્થળ પર દેખાવો જોઈએ. ખેલાડીઓના હિત સાથે ચેડાં અને સરકારી નાણાંના સંભવિત દુરુપયોગ અંગે તંત્ર દવારા નિષપકસતપાસ કરવાની માગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments