અમદાવાદમાં AMC લારી અને ફેરિયા જેવા દબાણો દૂર કરે છે. જેમાં ઘણીવાર દુકાનદારો અને AMCના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થતી હોય છે. તો અમદાવાદના પ્રેમ દરવાજા ફ્રુટ બજારમાં માથાકૂટ સર્જાઈ હતી. વેપારી અને AMCના દબાણ ખાતાના માણસો વચ્ચે લપ થઈ હતી. જેમાં AMCના દબાણ ખાતાના લોકો માર્કેટમાં દબાણ દૂર કરી રહ્યા હતા. જે દરમિયાન વેપારી અને દબાણ ખાતાના માણસો સાથે માથાકૂટ થતા વેપારીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
અમદાવાદના પ્રેમ બજારના ફ્રૂટ માર્કેટમાં વેપારી અને AMCના માણસો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં AMCની દબાણ હટાવ શાખાના માણસો દબાણ દૂર કરી રહ્યા હતાં. દબાણ દૂર કરવા બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં વેપારીઓએ AMCના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. તો તેમણે પોતાના આક્ષેપોમાં કહ્યું કે, અધિકારીઓ તેમના મળતિયા મારફતે વેપારીઓ પાસેથી હપ્તા મંગાવે છે. તો તે અંગે વેપારીઓ અને મનપાના લોકો સામે માથાકૂટ થઈ હતી.
વેપારીઓએ દબાવ શાખાના લોકો પર સવાર અને સાંજ રુ. 100ની માંગણી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તો જો કોઈ વેપારી હપ્તો ન આપે તો દબાવ શાખાના માણસો દુકાનમાંથી સામાન ઉઠાવી જાય છે. ફ્રૂટની દુકાનોનો સામાન જે ફૂટપાથ પર પડેલો હોય છે. તે સામાન દબાણ ખાતાના લોકો ઉપાડી જવાનો આક્ષેપ વેપારીઓએ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વેપારીઓ અને દબાણ ખાતાના લોકો સાથે ઝપાઝપી કરી હતી.