E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratAhmedabadAHMEDABAD : સરદારબ્રિજ પાસે બાઈક ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે અથડાતા યુવકનું...

AHMEDABAD : સરદારબ્રિજ પાસે બાઈક ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે અથડાતા યુવકનું સ્થળે જ મોત, એકને ઈજા

અમદાવાદમાં આજે (27 મે) અકસ્માતના બે ગંભીર બનાવ બન્યા છે, જેમાં બે લોકોના મોત થયા છે. અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પર બે યુવક બાઇક પર જઈ રહ્યાં હતાં,. આ સમયે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર અને લાઈટના થાંભલા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો છે. બીજા બનાવમાં APMC પાસે ડમ્પરે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

અમદાવાદના કાંકરિયામાં રહેતો અલ્પેશ મઢવી તેમના મિત્ર પ્રકાશ પરમાર સાથે બાઈક પર રિવરફ્રન્ટ ઇસ્ટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. સવારે લગભગ 8થી 8:30 વચ્ચે સરદારબ્રિજ નજીક પહોંચ્યા અચાનક બાઈક પરથી કંટ્રોલ ગુમાવતા બાઈક ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે અથડાયુ હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, અલ્પેશના માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેસેલા પ્રકાશ પરમારને સામાન્ય ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી છે.

વેજલપુરમાં રહેતો 18 વર્ષીય હમઝા અન્સારી નામનો યુવક APMC ચાર રસ્તા પરથી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જઈ રહ્યો હતો, ત્યારે એક ડમ્પરે હમઝાને ટક્કર મારી હતી. હમઝાને ટક્કર વાગતા શરીરના ભાગે ઈજા થઈ હતી, જેથી સારવાર માટે 108 દ્વાર સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હમઝાનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments