અમદાવાદના રાણીપમાં પત્નીના અન્ય પુરુષો સાથે આડાસંબંધોથી કંટાળી પતિએ જીવન ટૂંકાવ્યું છે, આ સમગ્ર ઘટનામાં પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવે છે અને ગુનો નોંધ્યો રાણીપ પોલીસે.
પતિને પત્નીના અનેક પુરુષ સાથે આડા સંબંધની હતી આશંકા અને પત્નીના ફોનની કોલ ડિટેઈલ કઢાવતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો જેના કારણે પતિને માઠું લાગ્યું અને પતિએ આપઙાત કરી લીધો હતો, માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તો પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા પણ થતા હતા અને પતિએ પત્નીને સમજાવ્યું હતુ કે તું બહારના કોઈ વ્યકિત સાથે આડા સબંધો ના રાખ પણ પત્ની આ વાત માની નહી અને માનસિક તણાવમાં આવી પતિ દશરથ દેસાઈએ ઘરમાં ગળેફાંસો ખાધો હોવાની વાત સામે આવી છે, મૃતકના ભાઈએ ભાભી ભગવતી દેસાઈ સામે નોંધાવી ફરિયાદ.
ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, રાણીપ પોલીસે આત્મહત્યા અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃતકના પત્ની પોલીસની સમક્ષ કયારે હાજર થાય છે તે જોવાનું રહ્યું.


