E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદના રાણીપમાં પોલીસકર્મીએ બેફામ કાર હંકારી એકથી વધુ વાહનોને અડફેટે...

Ahmedabad : અમદાવાદના રાણીપમાં પોલીસકર્મીએ બેફામ કાર હંકારી એકથી વધુ વાહનોને અડફેટે લીધા, 3 ઈજાગ્રસ્ત

અમદાવાદમાં પોલીસકર્મીએ જ બેફામ કાર હંકારતાં એકથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટના રાણીપ વિસ્તારમાં બની હતી જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના દૃશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

માહિતી અનુસાર વાહનચાલક પોલીસ કર્મીની ઓળખ યુવરાજ સિંહ તરીકે થઇ હતી. તે રાણીપમાં બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો જે દરમિયાન એક મોપેડને અડફેટે લીધી હતી. આ દરમિયાન એક લારી, એક બાઇકચાલક પણ અકસ્માતમાં લપેટાઈ ગયો હતો. આ ઘટનામાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમની સારવાર ચાલી રહી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટના વિશે જાણકારી આપતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી યુવરાજસિંહની કારે પુરઝડપે મોપેડને ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલક સંજયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત રોડની સાઇડમાં ઉભેલી મુમતાઝ શેખ સહિત ત્રણને ઈજાઓ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments