HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી,...

Ahmedabad : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન

અમદાવાદના વાસણામાં વિધર્મી યુવકોએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા સગીરાનું નકલી આધારકાર્ડ બનાવ્યું હતુ, પરંતુ આ સમગ્ર ઘટના વાસણા પોલીસ સુધી પહોંચતા પોલીસે કિશોરી દુષ્કર્મનો ભોગ બને તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડયા હતા.

અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે 01-અમીરઅલી સાકૌરઅલી શેખ 02-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની 03-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી.

અમીરઅલી સાકીરઅલી શેખ તથા મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની તથા અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીએ એક વર્ષ અગાઉથી ફરીયાદીની દિકરી તથા તેની બે બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય અને બ્રીજેશ નામના હિંદુ યુવકે મોહમંદસીરાજ સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી ગુનો કર્યો હોવાની હકીકત જાણવા મળી હતી.

આ કામના આરોપી મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની રહે-લાલભાઈ ભરવાડના મકાનમા ગુપ્તાનગર વાસણા રહે છે, આરોપીઓએ ભોગ બનનારના ખોટા નામનુ અને ખોટી ઉંમરનું ડુપ્લીક્ટ આધારકાર્ડ અરવિંદ અજયભાઈ ચૌહાણે બનાવ્યું હોવાની વાત સામે આવી છે, દોઢેક વર્ષ પહેલા કોઈપણ સમયે હોટલમા રૂમ બુક કરાવવા માટે બનાવડાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ જેમા આરોપીઓની અટક કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments