અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં હુમલાના કેસને લઈ ફરિયાદી વિદ્યાર્થીના વાલીને નોટિસ આપી છે અને હુમલો કરનાર સગીર હોવાથી વાલીને નોટિસ આપી છે, વાલીઓને બાળકને લઇ હાજર રહેવા નોટિસ આપી છે.
ખોખરાની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ હવે ફરી વખત મારામારીની ઘટનાને લઈ વિવાદમાં આવી છે. જેમાં ગુરુવારે પોરણ-૭ના વિધાર્થીને તેની સાથે ભણતા ત્રણ વિધાર્થીએ વોશરૂમમાં શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખીને માર માર્યો હતો સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ભોગ બનનારી વિદ્યાર્થી મોનિટર હોવાથી સ્કૂલ છુટતા ગોપ લાઇ નમાં ન ચાલતા તેમને લાઈનમાંથી બહાર કાઢતા ઝઘડો થયો હતો. મહત્વનું છે કે સ્કૂલતંત્રને લેખિતમાં વાલીએ અરજી કરી હોવા છતા કાર્યવાહી ન કરી હોવાનું સામે આવ્યુ છે.
આ અંગે સગીર વિધાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિધાર્થી સામે ફરિયાદ નોધાવી છે વટવામાં રહેતા ૪૫ વર્ષીય યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો ૧૨ વર્ષીય પુત્ર સેવન્થ ડે સ્કૂલમાં ધો-૭માં અભ્યાસ કરે છે. પરિવારે પુત્રને ઘટના અંગે પૂછતા જણાવ્યુ કે તે કલાસમાં મોનિટર છે જેથી ૪ ફેબ્રુઆરીએ બપોરે સ્કૂલ છુટી તે સમયે વિધાર્થી બધા વિધાર્થીને એક લાઈ નમાં કરાવતો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા. જેવી સાઇડમાં ઉભા રહેવાનું કહેતા ઝઘડો કર્યો હતો. બીજા દિવસે ૧૨ વધીય વિધાર્થી સ્કૂલમાં કલાસમાંથી લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે ત્રણેય વિદ્યાર્થીએ બ્લેડથી હૂમલો કર્યો હતો. ઘટનાના પગલે પોલીસે ત્રણેય વિદ્યાધીને ભોલાવીને પુછપરછ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના મણિનગર-ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો સરકાર હસ્તક વહીવટ લીધાના ૫૪ દિવસ બાદ ફરી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીએ શર્ટના બટન તોડાવી બ્લેડ મારી હોવાની વાલીએ પોલીસ ફરિયાદ કરી છે. આ ગંભીર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાતાં પ્રિન્સિપાલ અને એડમિનને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારી છે. આ મુદ્દે નવા નિમાયેલા પ્રિન્સિપાલની હકાલપટ્ટી પણ થઈ શકે છે.
બ્લેડથી હુમલાની ઘટના બનતા સ્કૂલમાં ખાનગી ડ્રેસમાં પોલીસકર્મીઓ મુકવામાં આવ્યા છે તો સ્કુલની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. અગાઉ વિદ્યાર્થીની હત્યાના બનાવમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરુર પડી હતી. કારણ કે, ઘટના બાદ પ્રિન્સિપાલ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.આ અંગે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે જ્યારે વહીવટી મેનેજમેન્ટ પાસેથી હસ્તગત કર્યો, એ પહેલા નવા પ્રિન્સિપાલની નિયુક્તિ થઈ ચૂકી હતી, જોકે વાલી પોલીસ સ્ટેશનમાં પહોચ્યાં બાદ ઘટના સામે આવતા તાત્કાલિક પ્રિન્સિપાલ અને એડમિન હેડને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.
પોલીસે હુમલાનો ભોગ બનનારા વિદ્યાર્થીએ જે શર્ટ પહેર્યો હતો તે કબ્જે કર્યો છે. જેમાં શર્ટના બટન તૂટેલા છે તે ખરેખર બ્લેડથી તોડવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરાશે. બનાવ અંગે હાલ સ્કૂલે કોઈ ફરિયાદ કરી નથી પણ સ્કુલ પાસે પોલીસે રિપોર્ટ માંગ્યો છે. સ્કૂલની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


