અમદાવાદના અસારવા ખાતે ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનોએ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સમાજને જાતિના દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે એકસૂરમાં હુંકાર ભરવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ભીલ સમાજના પ્રમુખ મફતભાઈ રાણાએ સરકાર સમક્ષ સમાજની મુખ્ય ચિંતાઓ અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, જણાવ્યું કે, સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવે છે. જે તાત્કાલિક ધોરણે રદ થવા જોઈએ. શહેર વિસ્તારમાં રહેતા લોકો આટલા જૂના પુરાવા ક્યાંથી લાવે? આ પદ્ધતિના કારણે ‘ખોટો પૂજાય છે અને સાચો મૂંઝાય’ તેવી સ્થિતિ ઊભી થઈ છે.

જે લોકો ખોટા દાખલા લઈને બેઠા છે તે અધિકારીઓ બની ગયા છે, જ્યારે ખરેખર હકદાર લોકો વંચિત રહી જાય છે. પહેલા લોહીની સગાઇના સંબંધોના આધારે દાખલા મળતા હતા, તે પદ્ધતિ પુનઃસ્થાપિત થવી જોઈએ. ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મળવા બોલાવી નિકાલ લાવવાની વાત કરી હોવા છતાં આજદિન સુધી સમય આપવામાં આવ્યો નથી. આથી, હવે ભીલ સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને આગામી દિવસોમાં ગાંધીનગર છાવણી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરાશે.
તેમણે જણાવ્યું કે આદિવાસી ભીલ સમાજના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતા સરકારી લાભો, જેમ કે પ્રિશિપ કાર્ડ અને શિષ્યવૃત્તિ મળતા નથી. તાત્કાલિક ધોરણે આ લાભો શરૂ કરવામાં આવે. ગાંધીનગર ખાતે બિરસામુંડા ભવનમાં રચાયેલી વિશ્લેષણ સમિતિને તાત્કાલિક રદ્દ થાય.
ભીલ સમાજની મુખ્ય માંગણીઓ અને સમાજ સુધારણાના મુદ્દાઓ
(1) જાતિના દાખલા માટે જો પુરાવા ન હોય તો મકાનના દરસ્તાવેજ, ભાડા પહોંચ અને આપણા બાપ દાદા ના પુરાવા, તેમ છંતા જો સરકાર દ્વારા હાલ જે પદ્ધતિના બદલાવામાં આવે તો સરકારને જણાવીએ આવા વાળી ચુંટણીનો બહીષ્કાર કરીશું. તેમજ આદિવાસી મોરચાના સભ્યનો અથવા સામાજીક કાર્યમાં બોલાવા નહી અને આગામી ચુંટણીમાં દરેક ગામમાં બેનર લગાવવા, ચુંટણી બહીષ્કાર માટે જો જાતિના દાખલા ના પ્રશ્નો ના પતે તો.
(2) સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિને પણ બંધ કરવામાં આવેલ પુનઃચાલુ કરવી સરકારને રજુઆત વિનંતી કરીએ.
(3) સરકારી ભરતીઓમાં પણ આપણને ઘરો ઘર અન્યાય કરવામાં એક કેડરની ટકાવારીમાં પણ બીજી ભરતીમાં પણ આપણા લોકોની ભરતી થઈ શકતી નથી. તે સરકાર એક સમિતિની રચના કરવી અને જે અહેવાલ પેડિંગ છે તેનો અમલ કરવો.
(4) બરડા ગીર વસતા ખોટા આદિવાસીના દાખલા આપેલ છે તે એહવાલ સરકાર અમલ કરે અને સમાજને ન્યાય આપે.
(5) લગ્ન માં ડી.જે વગાડવું નહી જો ડી.જે વગાડશો તો જાન તોરણે લેવી નહી અને સામાજીક તરીકે પણ બહિષ્કાર કરવો. રૂા.51000/- દંડ તરીકે જે તે ગામોએ લઈ, ધર્માદામાં નાખવા.
(6) મરણમાં બારમું અને બટુક ભોજન બંધ કરવામાં આવે છે. જો ખાસે તો ગાય, કુતરુ ખાય બરાબર છે. મરણમાં ઓટામણી લાવવી નહી અને ઓછા માં ઓછા ફરજીયાત 20/- લખાવવા.
લગ્ન પછી અણવર પ્રથા બંધ કરવી કે કાઈએ અણવર તરીકે જવું નહી. અને મોકલવા નહી.
(7) શ્રીમંતમાં ફક્ત 10 મહિલાઓ એ જવું. ડી.જે. કોઈએ ઉપયોગ કરવો નહી, માત્ર ઢોલ વગાડવો.
(8) સગાઈ તોરણ ઉપર કરવી અને રૂપિયો પકડાવવાની પ્રથા ચાલુ રાખવી.
(9) ગામમાં દારૂ પીને કોઈ એ કોઈપણ પ્રસંગમાં જવું નહી અને જાય તો સમાજ પંચનો ગુનેગાર ગણાશે. કોઈએ દારૂની પ્રવૃતિ કરવી નહી અને સમાજ સરકાર નો ગુનેગાર કહેવાશે.
(10) મામેરામાં રૂા. 21000/- પેટે આપી દેવા, ભાઈ-બહેનને ખર્ચ આપશે.
(11) કોઈપણ પ્રસંગે પંચના રૂા. 251/- થી વધારે લેવા નહી.
(12) લગ્નમાં ઢોલ વગાડવું અને ડી.જે. વગાડવું નહી, મામેરામાં પણ ડી.જે. વગાડવું નહી.
(13) લગ્ન પ્રસંગે તોરણ ઉપર ગાળો બોલવી નહી
(14) મરણ પ્રથામાં તેલ નાંખવાનું બંધ કરવું. તથા મરસીયા ગાવા બંધ કરવા,
(15) જાનમાં 200 વ્યક્તિનું જમણવાર બનાવવું. વધારે વ્યક્તિઓનું જમણવાર સામાજીક ગુન્હો ગણાશે. દંડ લેવાશે.
(16) કોઈપણ ગામમાં આજુબાજુ દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો બંધ કરવી અને દારૂનું વેચાણ કરવું નહી.
(17) ભીલ સમાજ સિવાય અન્ય સમાજમાં દીકરી આપવી નહી.
(18) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે કોર્ટ મેરેજમાં વાલી-વારસોની સહી ફરજીયાત કરો. સાક્ષીની ઉમંર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને સાક્ષીઓ સમાજનાં રાખવા ફરજીયાત કરો.
(19) આપણે આદિવાસી ભીલ પ્રકૃતિ જીવન જીવવાવાળા જળ આકાશ વાયુ પુજનારા માતાના નામે અંધશ્રધ્ધા કે ખોટા ખર્ચા કરવા નહી. અને માનવું નહી.
(20) ભીલ સમાજની દિકરીઓ અન્ય સમાજમાં આપવી નહી અને જો કોઈ દિકરી ભાગી જાય અને પરજ્ઞાતીમાં લગ્ન કરે તો તેનો બહિષ્કાર કરવો અને ભાગી જઈ લગ્ન કરનારા આપણા સમાજનાં ગુનેગાર ગણાશે. અને તે નાત-પંચ ધારશે તે દંડ નિર્ણય કરશે. માતા-પિતાની સંમતિ તથા તેમના ગામનાં 2 સાક્ષી હોવા જરૂરી છે. કોઈ દિકરી કે દિકરો સમાજની અવગણના કરી જાય તો તેને સમાજનાં કોઈપણ પ્રસંગમા આવવા દેવા નહી.
(21) સરકારને વિનંતી કરીએ છીએ કે વિષ્લેષણ સમિતિ બંધ થવી જોઈએ. જો બંધ નહી થાય તો નરેન્દ્ર મોદી સાહેબને રજુઆત કરી તેઓનું ધ્યાન દોરીશું અને તેઓને આદેશ કરવા વિનંતી કરીશું.
(22) આ દેશના વડાપ્રધાન અને જે-તે વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી 5 ફેબ્રુઆરી 2012 ના રોજ અમારા 14માં સમૂહ લગ્નમાં પધાર્યા અને તે વખતે નરેન્દ્ર મોદી રાજ્યનાં મુખ્યમંત્રી હતા અને સમૂહ લગ્નમાં સમસ્ત ભીલ સમાજે પરમેશ્વરને પ્રાર્થના કરી હતી. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને તેમને દેશના વડાપ્રધાન બનાવ્યાં. તેઓ પણ આ વાત જાણે છે કે અમો ભીલ છીએ. તેથી પાડાના વાંકે પખાલીને ડામ દેવાય, ગીર, બરડા ને ખોટા જાતિ દાખલા આપી તે લોકો નોકરી મેળવી ગયા. ગીર, બરડા માત્ર ત્યાં નાજ આદિવાસીના લાભ મળવાપાત્ર છે, પંરતુ બીજા ખોટા પણ પ્રમાણપત્ર લઈ નોકરી મેળવે છે અને સરકાર ધ્યાન દેતી નથી, ચોરી કોઈ કરે અને સજા કોઈ ભોગવે. કુદરતના દરબારમાં આ અન્યાય છે.
(21) વિશેષતા સમિતિમાં અમારા સમાજના પ્રતિનિધિ આપો અથવા અમારી સંસ્થાઓની બાહેંધરી લઈ જાતિના દાખલાઓ જો કોઈ અમારા માંથી કોઈ ખોટી બાયધંરી આપશે તો તે સરકાર અને સમાજનો ગુન્હેગાર ગણાશે.અમદાવાદના અસારવા ખાતે ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનોએ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સમાજને જાતિના દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે એકસૂરમાં હુંકાર ભરવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


