E-Paper
Monday, March 9, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો...

Ahmedabad : અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો અનોખો સંગમ, પોલીસનો લોખંડી બંદોબસ્ત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખા શહેરમાં દિવાળી જેવો માહોલ છે. મેચ ભલે સાંજે શરૂ થવાની હોય, પણ સ્ટેડિયમની બહાર અત્યારથી જ ચાહકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ક્રિકેટને માત્ર રમત નહીં પણ ધર્મ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેન્સનું આગમન શરૂ થઈ ગયું છે. કેટલાક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ ‘લાલા’ને પણ પોતાની સાથે લઈને આવ્યા છે. હાથમાં તિરંગો અને મુખે જય શ્રી કૃષ્ણના નાદ સાથે ફેન્સમાં એવો જુસ્સો છે કે ભારત આજે આ ફાઈનલ જીતીને જ રહેશે.

ફાઈનલ મેચને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. 8 DCP, 14 ACP અને 27 PI સહિત 1,800 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. સુરક્ષા માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે:

સીસીટીવી દેખરેખ: 256 કેમેરા દ્વારા પળેપળની નજર.

મેટલ ડિટેક્ટર: 102 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવાયા છે.

ગઈકાલે ભારતીય ક્રિકેટરોએ અમદાવાદના પ્રખ્યાત ચમત્કારિક હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. ફાઈનલ મેચમાં જીત મેળવવા માટે ખેલાડીઓએ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. ખેલાડીઓની આ આસ્થા સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે.સ્ટેડિયમ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે 744 અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે છે. હોમગાર્ડ અને TRB ના 700 જવાનો ટ્રાફિક નિયમન માટે ખાસ તૈનાત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments