HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં GUJCETની પરીક્ષાનું આયોજન, દરેક કેન્દ્ર પર...

Ahmedabad : અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં GUJCETની પરીક્ષાનું આયોજન, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાની સતત દેખરેખ

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ’ (GUJCET)ની પરીક્ષાનો આજે (29મી માર્ચ) પ્રારંભ થયો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈ ચુસ્ત બંદોબસ્ત અને માર્ગદર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આંકડાકીય રીતે જોઈએ તો બંને વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, જેમાં અમદાવાદ શહેરમાં 8,720 અને અમદાવાદ ગ્રામ્યમાં 3,146 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં શહેરમાં 2,512 અને ગ્રામ્યમાં 3,097 વિદ્યાર્થીઓ તેમજ હિન્દી માધ્યમમાં અનુક્રમે 522 અને 109 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ 89 બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ પારદર્શક રીતે પરીક્ષા લેવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી હતી. અનેક શાળાઓમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાં અધિકારીઓ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમો સતત રાઉન્ડ પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments