E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર...

Ahmedabad : અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી

દેશ અને દુનિયાના સૌથી લાંબા શોપિંગ ફેસ્ટિવલ તરીકે જેને દર્શાવાઈ રહ્યો છે, તેવા અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલના નામે જાણે કે ધુપ્પલ ચાલતું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. 6 ડિસ્ટ્રિકટ અને 20થી વધુ શોપિંગ હોટસ્પોટ ઉભા કરી નાના વેપારીઓ માટે રોજગારીનો નવો મંચ ઉભો કર્યો હોવાના દાવા કરાય છે. જ્યારે વાસ્તવમાં ફેસ્ટિવલના નામે ત્રણ જ જગ્યા પર 150થી 200 સ્ટોલ ભાડે આપી વિશેષ બજાર ઉભા કરાયા છે. જ્યારે કાંકરિયા, માણેકચોક, રતનપોળ, સીજી રોડ અને લો ગાર્ડનમાં પહેલેથી ચાલતી દુકાનોને જ મ્યુનિ.એ શોપિંગ ફેસ્ટિવલનો ભાગ ગણાવી દીધી છે.

વોકલ ફોર લોકલ તેમજ શોપ લોકલના નારા સાથે શરૂ કરાયેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વિદેશી બ્રાન્ડ ધરાવતા શોપિંગ મોલને તંત્ર ખરીદીના હોટસ્પોટ ગણાવી રહ્યું છે! આ ફેસ્ટિવલ થકી રાજ્યભરના નાના વેપારીઓ, હસ્તકલાના કારીગરોને રોજાગારીનું માધ્યમ પૂરું પાડવાની વાતો કરી મ્યુનિ. હવાઈ કિલ્લા બાંધી રહ્યું છે.

ફેસ્ટિવલમાં શોપિંગ માટે 6 ડિસ્ટ્રિક્ટ અને 20 હોટસ્પોટ તૈયાર કરાયા હોવાના બણગાં ફૂંકાઈ રહ્યા છે. જ્યારે હકીકતમાં 6માંથી નિકોલ, એસબીઆર રોડ અને વસ્ત્રાપુર એમ માત્ર 3 જગ્યા પર હસ્તકલાના કારીગરો, બહારગામના નાના વેપારીઓને 150થી 200 સ્ટોલ ભાડે અપાયા છે. જ્યારે કાંકરિયા, રામબાગ રોડ, લો ગાર્ડન પર તો જૂની દુકાનોને જ ફેસ્ટિવલનો ભાગ ગણાવી દીધી છે.

તેમજ શોપિંગ ફેસ્ટિવલના સ્થળે યોજાતા ગીત-સંગીત વગેરેના કાર્યક્રમોમાં પણ નવા અને ઉભરાત કલાકારોને નામ માત્રની તક અપાઈ છે. શોપિંગ ડેસ્ટિનેશનના નામે જૂની બજારોમાં ફક્ત લાઈટ લગાવી તંત્રએ ઉત્સવ મનાવી લીધો છે. ઉપરાંત વર્ષોથી ચાલતી 8500 જેટલી દુકાનોને ફેસ્ટિવલમાં સમાવી હવે તેમાં થયેલા વેચાણને તંત્ર શોપિંગ ફેસ્ટિવલની સફળતા ગણાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments