E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : આગ ઝરતી ગરમીની આગાહી, આગામી 7 દિવસ હીટવેવનું એલર્ટ

Ahmedabad : આગ ઝરતી ગરમીની આગાહી, આગામી 7 દિવસ હીટવેવનું એલર્ટ

અમદાવાદમાં IMD દ્વારા 7 દિવસ માટે હીટવેવનું યલો એલર્ટ અપાયું છે. પારો 41 ડિગ્રી સુધી પહોંચતા AMC દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકાયો છે.અમદાવાદીઓ માટે આગામી સાત દિવસ કપરા સાબિત થવાના છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં પ્રચંડ ગરમી અને હીટવેવને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. 12 ફેબ્રુઆરી સવારથી જ ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે, જેને પગલે જનજીવન પર વ્યાપક અસર પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, તારીખ 12 થી 18 માર્ચ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધીને 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. માર્ચ મહિનાના મધ્યમાં જ તાપમાનનો પારો 40 ને પાર કરી જતાં લોકો અત્યારથી જ અસહ્ય ઉકળાટ અને લૂનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે અને બજારોમાં સન્નાટો પથરાઈ રહ્યો છે.

ભીષણ ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘હીટ એક્શન પ્લાન’ અમલમાં મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના બગીચાઓ અને જાહેર સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. BRTS બસ સ્ટેન્ડ અને ગીચ વિસ્તારોમાં હીટવેવથી બચવા માટેના સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરોને હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા નાગરિકોને બપોરે 12 થી 4 કલાક દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું અને બહાર નીકળતી વખતે માથું ઢાંકવું અત્યંત અનિવાર્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments